મોરબીના ઝીંઝુડા ગામમાં રહેતા સમસુદ્દીન હુસેન મિયા સૈયદના ઘરેથી એટીએસની ટીમે રવિવારે અચાનક દરોડો પાડ્યો હતો અને ઘરમાંથી રૂ 593.23 કરોડની કિમંતનો 118 કિલો હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો.તેની સાથે સમસુદિન હુસેન સૈયદ,જોડિયાના મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બર હાજી નુર મોહમદ રાવ તેમજ દેવભૂમિ દ્વારકાના સલાયા વિસ્તારના ગુલામ હુસેનને રંગે હાથ ઝડપી લીધા હતા.સોમવારે ઝીંઝુડામાં એટીએસના સનસનીખેજ દરોડાએ સમગ્ર રાજ્યનું ધ્યાન ઝીંઝુડા તરફ ખેચ્યું હતું આ બનાવમાં પોલીસે તમામ મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
દરમિયાન આજે બપોર બાદ ત્રણેય આરોપીઓને મોરબીની એનડીપીએસની સ્પેશ્યલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.જેમાં એટીએસ વતી મોરબીના સરકારી વકીલ વિજય જાનીએ મેજીસ્ટ્રેટ સમક્ષ દલીલ કરી હતી જેમાં આરોપીઓ કેટલો ડ્રગ્સ લાવ્યા કેટલા સમયથી પડ્યો છે અન્ય કોઈને માલ આપ્યો છે કે કેમ આ ડ્રગ્સ ખરેખર ક્યાંથી આવેલ છે.તેની પાછળ મુખ્ય સાગરીતો કોણ કોણ છે જેવી અલગ અલગ 8થી વધુ મુદા રજુ કર્યા હતા તેમજ આરોપીઓના ઇન્ટ્રોગેશનઅને કેસ સાથે જોડાયેલ સંયોગિક પુરાવા મેળવવા ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આ કેસમાં એટીએસની માંગણીને ધ્યાને લઇ મેજીસ્ટ્રેટ એ ડી ઓઝાએ 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા અને અગામી 28 મી ના રોજ ફરી કોર્ટ સમક્ષ ત્રણેય આરોપીને રજુ કરવા હુકમ કર્યો હતો