ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. અમેરિકામાં તેમણે ડાયરો કર્યો છે. અમેરિકાના જુદા જુદા શહેરમાં વસતા ગુજરાતીઓ તરફથી કીર્તિદાનના એક ખાસ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકાના એટલાન્ટામાં લોકડાયરો યોજાયો હતો. જેમાં કીર્તિદાને લીલી લીમડી રે… ગીત શરૂ કરતા જ એક મહિલાએ એના પર ડૉલરનો વરસાદ કર્યો હતો.
અમેરિકામાં વસતી ગુજરાતી મહિલાઓએ સ્ટેજ પર આવીને ડૉલરનો વરસાદ કર્યો હતો. અમેરિકાના એટલાન્ટામાં કીર્તિદાન ગઢવીએ લોકગીત તેમજ હિન્દી ફિલ્મોના ગીતની રમઝટ બોલાવી હતી. જેમાં મહિલાઓ સહિત અનેક ગુજરાતી પરિવારો ઝૂમી ઊઠ્યા હતા. આ લોકડાયરામાં સૌ કોઈ ઉત્સાહમાં આવી ગયા હતા. પણ જેવું આ ગીત શરૂ થયું ત્યાં બે મહિલાઓ સ્ટેજ પર આવીને ડૉલરની વરસાદ કરવા લાગી હતી. આ ડાયરામાં એક અમેરિકાનો નાગરિક પણ આગળ આવીને ડૉલર આપી રહ્યો છે. થોડા દિવસ પહેલા અમેરિકાના હ્યુસ્ટનમાં કીર્તિદાને એક મોટો લોકડાયરો કર્યો હતો.
એમાં પણ ગુજરાતીઓએ મન મૂકીને ડૉ઼લરનો વરસાદ કર્યો હતો. જેના કારણે સ્ટેડ પર ડૉલરની થપ્પીઓ પડી રહી હતી. સૌરાષ્ટ્રમાં જ્યારે લોકડાયરો કે સંતવાણીનો કાર્યક્રમ હોય ત્યારે આ જ પ્રકારે રૂપિયાનો વરસાદ થાય છે. જ્યારે અમેરિકામાં રૂપિયાના બદલે ડૉલરનો વરસાદ થતો જોવા મળ્યો હતો. સ્ટેજ પર આવેલી બે મહિલઓએ એક પછી એક એમ ડૉલરની બે થપ્પીઓ પૂરી કરી નાંખી હતી. લોકડાયરામાં રૂપિયાનો વરસાદ નવી વાત નથી. પણ અમેરિકાની ધરતી ઉપર પણ આ પરંપરા જોવા મળી હતી.
જ્યાં ડૉલરનો વરસાદ થયો હતો. નવરાત્રી પહેલા અમેરિકાના પ્રી નવરાત્રી કાર્યક્રમમાં પણ ગુજરાતીઓએ મન મૂકીને ગરબા કર્યા હતા. એ સમયે પણ કીર્તિદાને ગરબા ગાતા ડૉલરની નોટ ઊડી હતી. આ વીડિયો તેમજ ફોટા કીર્તિદાને પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. અમેરિકાના શિકાગો સિટીમાં પ્રી નવરાત્રીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે આ ચિત્ર જોવા મળ્યું હતું. એ પછી અમેરિકાના હ્યુસ્ટન, ન્યૂજર્સી જેવા મહાનગરમાં લોકડાયરો યોજાયો હતો. જે રીતે ભારતમાં કોઈ લોકડાયરો હોય ત્યાં રૂપિયાનો વરસાદ જોવા મળે છે એમ અમેરિકામાં ડૉલરનો વરસાદ જોવા મળ્યો છે. જોકે, કીર્તિદાન આ પ્રકારના ડાયરાથી પોતાના લાડકી ફાઉન્ડેશન માટે દીકરીઓ માટે ઘણા સારા કામ કરી રહ્યા છે. તેમણે આ અગાઉ કરેલા સંબધોનમાં પણ લાડકી ફાઉન્ડેશન અંગે ચર્ચા કરી હતી.