રાજકોટનાં કોઈ પરિવારે ક્યારેય ન યોજ્યા હોય તેવાં શાહી-શાનદાર-રજવાડી લગ્ન શહેરનાં એક સુવિખ્યાત ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં જય સાથે થયા છે. આ લગ્ન સમારંભની ખાસ બાબત એ છે કે, એ એક ડેસ્ટિનેશન વેડિંગ છે

અને તેનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટેલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે થવાનાં છે. હોટલ ઉમેદભવન પેલેસ હાલ ‘તાજ હોટેલ્સ’ દ્વારા સંચાલિત છે. અહીંયા આગાઉ પ્રિયંકા ચોપરા એ લગ્નના ફેરા ફર્યા હતા.

તારીખ 16 નવેમ્બરનાં દિવસે જોધપુર ખાતે યોજાનાર આ લગ્ન માટે તારીખ 13 નવેમ્બરથી જ આખી હોટલનાં તમામ 70 રૂમ બૂક કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંની એવી જ રજવાડી ગણાતી અજીતભવન પેલેસનાં તમામ 67 રૂમ પણ ચાર દિવસ માટે બૂક કરી દેવામાં આવ્યા છે!


