મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસની રાષ્ટ્રીય આંદોલન સમિતિના પ્રમુખ દિગ્વિજય સિંહે ફરી એકવાર વિવાદ થઈ જાય એવું નિવેદન આપ્યું છે. RSS ને સત્તા ભોગી સંગઠન ગણાવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરી કહ્યું, RSS સેવામુખી સંગઠનના સ્થાને સત્તા ભોગી સંગઠન બની ગયું છે. હિંદુત્વ વિચારધારા પર નફરત અને હિંસા ફેલાવનારાઓનો કબ્જો થઇ ચૂક્યો છે. તેઓ જ હવે તેમના માટે હવે કમાઉ પૂત્ર પણ બની ચૂક્યા છે.
કોંગ્રેસ નેતાના આ નિવેદન પર ભાજપાએ પણ વળતો હુમલો કર્યો છે. મધ્ય પ્રદેશ સરકારના મંત્રી ભૂપેન્દ્ર સિંહે કહ્યું કે અમને દિગ્વિજય સિંહના કોઇપણ પ્રમાણપત્રની જરૂર નથી. આ પ્રમાણપત્ર જનતા આપે છે. RSSની વાત છે તો તેમના ત્યાગ અને પરિશ્રમ વિશે દિગ્વિજય સિંહ સપનામાં પણ વિચારી શકતા નથી. સંઘના ત્યાગની સામે દિગ્વિજય સિંહ ઘણાં નાના છે.

કોંગ્રેસ નેતા મોંઘવારી સહિત અન્ય સમસ્યાઓને લઇ જનજાગરણ અભિયાન પર નિકળ્યા છે.તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ આ અભિયાન દ્વારા દેશમાં વધતી મોંઘવારી, બેરોજગારી, અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ, મોદી સરકારની ખોટી નીતિઓ જેવી કે નોટબંધી અને GST પર નાગરિકોને જાગૃત કરશે.