Wednesday, July 9, 2025
HomeGujaratહવે ઓનલાઈન ગાંજો પણ મળતો થયો,ડીલીવરી કરતી કંપની સુરતની

હવે ઓનલાઈન ગાંજો પણ મળતો થયો,ડીલીવરી કરતી કંપની સુરતની

મોરબી જિલ્લામાંથી 593 કરોડની કિમતના ડ્રગ્સના જથ્થા પકડાવવાની ઘટનાને હજુ 24 કલાક જેટલો સમય માંડ થયો ત્યાં વધુ એક સ્થળેથી ડ્રગ્સ ડીલવરીનો કેસ સામે આવ્યો છે.જોકે આ વખતે તો આ ગોરખધંધા કરતા લોકો તો હદપાર કરી નાખી છે કારણ કે અ વખતે પોલીસે જે નશાયુકત પદાર્થનો પર્દાફાશ કર્યો હતો તેની ડીલવરી એમેઝોન વેબસાઈટ પર ઓનલાઈન થઇ હોવાનું સામે આવ્યું છે.


જી હા તમે બરાબર વાંચ્યું મધ્ય પ્રદેશ પોલીસે ડ્રગ પેડલર્સના રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં એમેઝોન ઈ કોમર્સ પર સ્તીવિયા પાંદડાની આડમાં કથિત રીતે મારીજુઆના પાંદડા વેચવામાં આવ્યા છે. પોલીસે કોન્ફેડરેશન of ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના મતે આરોપી સુરજ પવૈયા અને વિજેન્દ્રસિંહ તોમરની ધરપકડ કરવામાં આવી છે.તેઓએ કથિત રીતે 1000 કિલો ગેરકાયદે પદાર્થની આંતર રાજ્ય હિલચાલ માટે એમેઝોનના માર્કેટ પ્લસ મારફતે ગાંજાના 390 પેકેટ વેચ્યા હતા.

મધ્યપ્રદેશ ના ભીંડ જિલ્લાના એસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે એમેઝોન કોઈ સાથે ચર્ચા કરી તેને અંગે જાણ કરી છે.બાબુ ટેક્સ નામની એક કંપની અંગે નેટ પર સર્ચ કરતા ખબર પડી કે તે ગુજરાતની સુરત ટેક્સટાઈલ કંપની રીલેટેડ છે. ટેક્સટાઈલ કંપની દ્વારા હર્બલ પ્રોડક્ટ કે ગાંજાનું વેચાણ કઈ રીતે કરે છે તે અંગે એમેઝોન દ્વારા તપાસ કેમ ના થઇ ? જો આ અંગે એમેઝોન કોઈ માહિતી શંકાસ્પદ મળશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
2,990SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page