જે ચીનમાંથી કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાયો ત્યાં હવે ફરી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ચીનની એક યુનિવર્સિટીમાં કોરોનાનું સંક્રમણ વધતા 1500 વિદ્યાર્થીઓને હોટેલમાં આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. ચીનના દાલિયાન પ્રાંતના ઉત્તર-પશ્ચિમ શહેરમાં સ્થિત ઝુંગાઝે યુનિવર્સિટીમાં રવિવારે ઘણા બધા કોરોના કેસ નોંધાયા હતા. આ પછી આખું યુનિવર્સિટી કેમ્પસ સીલ કરી દેવામાં આવ્યું હતું.

જે વિદ્યાર્થીઓને હોટેલમાં આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે એના પર ડૉક્ટર્સની ટીમ સતત વૉચ રાખી રહી છે. ત્યાં રહીને પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસમાં જોઈન થઈ રહ્યા છે. જમવાનું પણ એને એ જ રૂમમાં આપી દેવામાં આવે છે. ચીન હવે કોરોના વાયરસને લઈને ઝીરો ટોલરન્સ પોલીસી પર અમલ કરી રહ્યો છે. જ્યાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસ પણ સામે આવે તો યુદ્ધના ધોરણે લોકડાઉન કરીને સારવારમાં લાગી જાય છે. ક્વોરેન્ટાઈ, ટેસ્ટિંગ અને ટ્રાવેલ પર નિયંત્રણ મૂકી દેવામાં આવે છે. ચીનમાં મોટાભાગની વસ્તી સામાન્ય મોડ પર આવી ચૂકી છે. ચીનમાં પણ કોરોના વાયરસની સામે વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે દાવો કરે છે કે, દુનિયામાં સૌથી વધારે વેક્સીન ડોઝ ચીનમાં આપવામાં આવ્યા છે. હવે ત્યાં બુસ્ટર ડોઝ લગાવવા માટે પણ તૈયારીઓ ચાલું થઈ ગઈ છે. ક્વોરેન્ટાઈન કરાયેલા એ શખ્સે પાળીતા કૂતરાને મારી નાંખ્યો હતો. જેને લઈને ચીનમાં ખૂબ જ વિવાદ થયો હતો. આ ઘટના શંગરાઓમાં થઈ હતી. ત્યાર બાદ ત્યાં સ્થાનિક તંત્રએ જાહેર કર્યું કે, કૂતરના માલિક અને હેલ્થ કમિટી વચ્ચે સમાધાન થઈ ગયું છે. ચીનમાં પ્રાણીના હિત માટે કામ કરતી સંસ્થા ચાઈના સ્મોલ એનિમલ પ્રોટેક્શન એસો.ને આ ઘટનાનો વિરોધ કરતા કહ્યું કે, મહામારીની આડમાં કોઈ મૂંગા પશુઓના જીવ ન લઈ શકાય.

ચીનમાં હવે વધુ સંક્રમણ ન ફેલાઈ એ માટે ચીન સરકારે ખૂબ મોટાપાયે પ્રતિબંધ જાહેર કર્યા છે. રાજધાની બેઈજીંગમાં પણ સંક્રમણ અટકાવવા માટે અહીં કોઈ પણ દેશમાંથી આવતા કે ચીનના કોઈ પ્રાંતમાંથી આવતા પ્રવાસીઓ માટે કોરોના નેગેટિવનો રીપોર્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. આ રીપોર્ટ 48 કલાક પહેલા કરેલો હોવો જોઈએ. ગત વર્ષે કોરોના કેસમાં ચીને બરબરની અસરકારક લગામ ખેંચી હતી. કેસ તળીયે આવી ગયા હતા. પણ હવે ચીનના કેટલાક વિસ્તારમાં સંક્રમણ વધ્યું હોવાના રીપોર્ટ છે. અત્યાર સુધીમાં ચીનમાંથી કોરોના વાયરસના 98315 કેસ આવ્યા છે. જ્યારે 4000થી વધારે લોકોના મોંત થયા છે. ચીનના નેશનલ હેલ્થ મિશન અનુસાર છેલ્લા 24 કલાકમાં 32 નવા કેસ સામે આવ્યા છે.