પ્રદુષણ ઉપર સુપ્રિમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્રીય પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં રણનીતિ તૈયાર કરાઈ રહી છે. આ વચ્ચે પ્રદુષણના મુદ્દા ઉપર સુપ્રિમ કોર્ટે સોમવારે સુનવણી કરી હતી અને દિલ્લી સરકારને ફીટકાર લગાવી હતી. તેની સાથે કોર્ટે કેન્દ્ર અને રાજ્યસરકારને મંગળવાર સુધીમાં પ્રદુષણને રોકવા માટે લેવામાં આવેલા પગલાને લઈને એક અપીલ આપી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે આ મામલાને લઈને એક્ટિવ થઈ ગઈ છે. પર્યાવરણ મંત્રાલયમાં અધિકારીઓની સાથે ખાસ બેઠક ચલાવી રહી છે. જેમાં પ્રદુષણને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ ઈમરજન્સી બેઠક કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે બોલાવી હતી. આ પહેલાની સુનવણી દરમયાન કેન્દ્રએ કોર્ટમાં કહ્યું હતું કે, દિલ્લીમાં સૌથી વધારે વાયુ પ્રદુષણ ધુળના કારણે થાય છે. તેવામાં દિલ્લીમાં ટ્રકની એન્ટ્રીને બેન કરવામાં આવી છે. તેના ઉપર કોર્ટે કહ્યું હતું કે, તમે બે દિવસના રોજ ટ્રકની એન્ટ્રીની વાત કરી રહ્યાં છો શા માટે દિવસે આ બે દિવસો માટે ગાડીઓ ઉપર મનાઈ કરવામાં આવે.
કેન્દ્રએ કરેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે કોર્ટે જણાવ્યું હતું કે, દિલ્લીમાં 76 ટકા પ્રદુષણ ધુળ, પરિવહન અને ઈન્ડસ્ટ્રીના કારણે થાય છે. કેન્દ્ર સરકાર તરફથી આવેલા વકીલ તુષાર મહેતાએ કહ્યું કે, કાલની બેઠકનું પરિણામ આવ્યું છે કે, રાજ્ય સરકારોને ગ્રેપના ઉપાયો લાગુ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. રસ્તાની ધૂળ, પ્રદુષણનું એક પ્રમુખ કારણ છે. કોર્ટે કહ્યું કે, પરાલીની જગ્યાએ આ ત્રણ કારણો ઉપર ધ્યાન આપો. ધૂળ, ટ્રાન્સપોર્ટ અને ઈન્ડસ્ટ્રી. જો આ ત્રણ ઉપર કામ કરો છો તો પ્રદુષણ ઓછું થશે. કોર્ટે કહ્યું કે, રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પરાલીના કારણે 4 ટકા જ પ્રદુષણ ફેલાય છે અને દિલ્લી સરકારની સમગ્ર અરજી ઉપર ખેડૂતો ઉપર આરોપ લાગવાનો છે.
દિલ્લી સરકારે કહ્યું કે, જો જરૂરત પડશે તો અમે લોકડાઉન લગાવવા માટે પણ તૈયાર છીએ. પરંતુ તેના માટે કેન્દ્ર સરકારે પણ આગળ આવવાની જરૂર છે. તેના ઉપર સુપ્રીમ કોર્ટે દિલ્લી સરકારને કહ્યું કે, અમારૂ કામ એ નથી કે તમે કેવી રીતે કરશો. પ્રદુષણ કંટ્રોલમાં આવવું જોઈએ બસ. આ વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યું કે, તે દિલ્લીમાં લોકડાઉનના પક્ષમાંનથી. સોલિસીટર જનરલે કોર્ટમાં કહ્યું કે, દિલ્લી સરકારના બે ઉપાયો ઉપર જ વિચારવું જોઈએ. ઓડ-ઈવન અને દિલ્લીમાં ટ્રકોની એન્ટ્રી ઉપર પ્રતિબંધ. લોકડાઉન લગાવવું મોટું પગલુ હશે.