જામનગર શહેરમાં રવિવારે એક ચોકાવનારી ઘટના સામે આવી છે.જેમાં પરિવારની એક ભૂલે મોટો છબરડો સર્જી દીધો હતો આ અંગેની મળતી માહિતી મુજબ જામનગર શહેરના કાલાવડ નાકા વિસ્તારમાં રહેતા દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ ગુમ થઇ ગયા હતા જેની પોલીસ ગુમશુદાની ફરિયાદ નોધાવી હતી આજ રીતે શાક માર્કેટ વિસ્તારમાં રહેતા કેશુભાઈ મકવાણા પણ ગુમ થઇ ગયા હતા.તેમણે પણ નજીકના પોલીસ મથકમાં ગુમશુદાની ફરિયાદ નોધાવી હતી. પોલીસ અને પરિવાર બન્ને વૃદ્ધની શોધખોળ કરતા હતા તે દરમિયાન પોલીસને એક વૃદ્ધનો મૃતદેહ મળતા કેશુભાઈના પરિવાર જનો લાશની ઓળખ કરવા બોલાવ્યા હતા જે બાદ પરિવારજનો તેમના વડીલનું મોત થયાનું જણાવી મૃતદેહ ઘરે લઇ ગયા હતા.અને તેમની અંતિમ વિધિ કરી નાખી હતી જોકે અંતિમ વિધિના કલાકો બાદ કેશુભાઈ ઘરે પરત ફરતા બાળકોએ નાના આવી ગયા તેવી બુમો પડતા પરિવારજનો પણ ડઘાઈ ગયા હતા. બાદમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે જે વ્યકિતના અંતિમ સંસ્કાર કરી નખાયા તે કેશુભાઈ મકવાણા નહીં પણ કાલાવડ નાકા બહાર રહેતા દયાળજીભાઈ રાઠોડનો મૃતદેહ હતો.
દેવજીભાઈના પરિવારને મૃતદેહ પણ નસીબ ન થયો
જે મૃતદેહ કેશુ મકવાણાનો હોવાનું સમજી અંતિમ સંસ્કાર કરી નખાયા તે મૃતદેહ હકીકતમાં દયાળજીભાઈ રાઠોડનો હતો. દયાળજીભાઈ રાઠોડના પરિવારજનોનું માનીએ તો, પોલીસ દ્વારા તેને દયાળજી ભાઈના મૃત્યુ અંગે જાણ કરવામા આવી હતી. જો કે, પરિવારજનોને જ્યારે મોતની જાણ થઈ ત્યારે તેના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા હતા.