વિક્રમ સંવત 2078ના નવા વર્ષના પ્રારંભે રાજ્યમાં ભાજપ દ્વારા ઠેર ઠેર સંમેલનો યોજાઈ રહ્યાં છે. ત્યારે આજે આણંદમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર માર્ગ ઉપર ઉભી રહેતી નોનવેજ અને ઈંડાની લારીઓ ઉપર પ્રતિક્રિયા આપી હતી. તેણે જણાવ્યું હતું કે, જો આવી લારીઓ નાગરિકો માટે અડચણરૂપ થશે તો હટાવાશે જ.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નોનવેજ-ઇંડાની લારીઓ જાહેર માર્ગો-રસ્તા પરથી હટાવવાના મૂદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ નિર્ણય નગરપાલિકા-મહાનગરપાલિકા તંત્રનો નિર્ણય છે. આ સંદર્ભેમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સ્પષ્ટપણે માને છે કે જે નાગરિકને જે ખોરાક ખાવો હોય તે ખાઇ શકે છે પરંતુ આવો ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્યને હાનિકારક ન હોય તે પણ જરૂરી છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે લારીઓ ટ્રાફિક કે નાગરિકો માટે અડચણ રૂપ હશે તો તેવી લારીઓ હટાવી શકાશે. મુખ્યમંત્રીએ આણંદ જિલ્લામાં પ્રચાર માધ્યમો સાથે વાતચીતમાં આ પ્રતિક્રિયા આપી હતી