બોલીવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખાએ 11 વર્ષના સાથ બાદ સોમવારે દેવઉઠી અગિયારસના દિવસે ચંડીગઢમાં લગ્ન કર્યાં છે. જે બાદ એક્ટરે સોશયલ મીડિયા ઉપર લગ્નના ફોટો શેર કરતા લખ્યું છે કે, આખરે 11 વર્ષનો પ્રેમ, રોમાંસ, દોસ્તી અને મસ્તી બાદ આજે મેં દરેક વસ્તુ સાથે લગ્ન કરી લીધા. મારી આત્મા, મારી સૌથી શ્રેષ્ઠ દોસ્ત, મારો પરિવાર. આજે મારા માટે મને પતિ કહેવાથી કોઈ મોટી ખુશી નથી. પત્રલેખા તમે હંમેશા છો અને આગળ પણ રહેશો.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
પત્રલેખાએ પણ પોતાના સોશયલ મીડિયા હેન્ડલ ઉપર લગ્નના ફોટા શેર કર્યાં છે. તેમાં પણ સેમ કેપ્શન લખ્યું છે. પરંતુ પોતાની સ્ટાઈલમાં. પત્રલેખા લખે છે કે, મેં આજે તમારી દરેક વસ્તુ સાથે લગ્ન કરી લીધા. મારા પ્રેમી, મારા ક્રાઈમ પાર્ટનર, મારો પરિવાર, મારા સોલમેટ. છેલ્લા 11 વર્ષથી મારા સૌથી સારા મિત્ર. મને તમારી પત્ની થવાથી કોઈ મોટી ફિલીંગ નથી. આ અમારૂ છે અને હંમેશા માટે. બંનેના ફોટો સામે આવતા જ બોલીવૂડ તરફથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. તેમાં પ્રિયંકા ચોપડા, તાપસી પન્નુ, બિદિતા બાગ, અથિયા શેટ્ટી અને નુસરત ભરૂચા જેવી સેલેબ્રિટીના નામનો સમાવેશ થાય છે.
રાજકુમાર રાવ અને પત્રલેખાએ શનિવારે 13 નવેમ્બરના રોજ સગાઈ કરી હતી. જેના કેટલાક ફોટો અને વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો હતો. સગાઈની થીમ ઓલ-વાઈટ રાખવામાં આવી હતી. એક વાઈરલ વીડિયોમાં રાજકુમાર ગોંઠણ ઉપર બેસીને પત્રલેખાને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતું અને સગાઈની અંગુઠી પહેરાવી હતી. પત્રલેખાએ પણ રાજકુમારના ગોંઠણ ઉપર બેસીને સગાઈની અંગુઠી પહેરી હતી. સગાઈ બાદ 14 નવેમ્બરના રોજ બંનેની મહેંદી અને સંગીતનું ફંક્શન થયું હતું. આ દિવસોમાં ડેસ્ટીનેશન વેડીંગમાં કેટલાક ગણ્યા ગાંઠ્યા જ મહેમાનો સામેલ થયા હતાં. તે માટે લગ્નની તૈયારીઓને ઘણી ગુપ્ત રાખવામાં આવી હતી.