દ્વારકાના સલાયામાથી એસઓજીની ટીમે ચોક્કસ બાતમી આધારે રૂ 315 કરોડ ડ્રગ્સ સાથે ત્રિપુટીને ઝડપી લીધા બાદ 9 દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરવામાં આવી હતી. જેમાં ડ્રગ્સ કારા બંધુઓએ માછીમારો મારફતે પાકિસ્તાની બોટનો વાયરલેસથી સંપર્ક કરી જાળ નીચે છુપાવી મંગાવ્યું હોવાનું જાણવા મળતા પોલીસે બન્ને માછીમારોને પણ ઝડપી લીધા હતા.તેમજ ડ્રગ્સ તસ્કરીમાં ઉપયોગ લેવાયેલ બોટ પણ જપ્ત કરી હતી.
ડ્રગ્સ તસ્કરીનું એપી સેન્ટર બનેલા દ્વારકાના દરિયા કાઠાને ફરી ડ્રગ્સ મુક્ત કરવા દ્વારકા પોલીસે અભિયાન છેડ્યું છે.દ્વારકા એસપી સુનીલ જોષીના માર્ગદર્શનમાં એસઓજીની ટીમે ચોક્કસ બાતમી આધારે મુંબઈના સજ્જાદ સિંકદર ઘોસીને ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. જેની પુછપરછ કરતા સલાયાના સલીમ યાકુબ અબ્દુલ્લા કાર અને અલી અસગર યાકુબભાઈ અબ્દુલ્લાભાઈ કારાનું નામ ખુલ્યું હતું. તેના ઘરે દરોડો પાડતા ત્યાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કુલ 315 કરોડની કિમતનું 63 કિલો 19 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ઝડપાયેલ ત્રણેય આરોપીઓની પુછપરછ કારા બંધુઓએ માછીમાર સલીમ ઉમર જુસબ જશરાયા,ઈરફાન ઉમર જુસબ જરશાયાને ડ્રગ્સનો જથ્થો લેવા માછીમારી બોટ લઇ રવાના કર્યા હતા આ બન્ને શખ્સે આઈ એમ બી એલ નજીક પહોચી વાયરલેસ મારફતે પાકિસ્તાની બોટને સંપર્ક કરી માદક પદાર્થ લઇ જાળ નીચે છુપાવ્યા હતા અને તા 9 ના રોજ શાંતિનગર દરિયા કાઠે સલીમની કારમાં ઠાલવ્યો બાદમાં તે સજજાદને કારમાં આપ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે બન્ને કાર અને માછીમારીની બોટ પણ જપ્ત કરી હતી.