Sunday, January 26, 2025
HomeGujaratદર ત્રણ મહિને વીજબિલ વધવાના એંઘાણ,કેન્દ્રએ આપ્યું ગ્રીન સિગ્નલ

દર ત્રણ મહિને વીજબિલ વધવાના એંઘાણ,કેન્દ્રએ આપ્યું ગ્રીન સિગ્નલ

વીજ વિતરણ કંપનીઓને વીજ પુરવઠો આપવા માટે દર ત્રણ મહિને કરવો પડતો સંપૂર્ણ ખર્ચ ગ્રાહક પાસેથી વસૂલી લેવાની યોજના તૈયાર થઈ ચૂકી છે. આ માટે કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરે દરેક રાજ્ય સરકારોને છૂટ આપી દીધી છે. ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ કોલસા સહિતના ઈંધણના ભાવમાં તથા ખાનગી કંપનીઓ પાસેથી મોંઘાભાવે ખરીદવી પડેલી વીજળીને કારણે તેમની પડતર કિંમતમાં થયેલા વધારો તે પછીના ત્રિમાસિક ગાળામાં વસૂલી લેવાની છૂટ આપવામાં આવી છે. PGVCL વર્ષમાં ત્રણ વખત પ્રજાનો આર્થિક ડામ દેશે. ખાનગી રીતે વીજ સેવા આપતી કંપની પોતાની રીતે નિર્ણય લેશે.

હવે દર જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર એમ વર્ષમાં ચાર વાર વીજદરના વધારાનો બોજ રાજકોટના 5.50 સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 55 લાખ અને રાજ્યના 1.3 કરોડ ગ્રાહકોએ વેંઢારવો પડશે. ખાનગી કંપનીઓના વીજ ગ્રાહકોને પણ આ જ જોગવાઈ લાગુ પડશે. મિનિસ્ટ્રી ઓફ પાવર તરફથી આપવામાં આવેલા એક નવા આદેશ અનુસાર વીજ જોડાણ ધરાવતા ગ્રાહકોએ વીજ વિતરણ કંપનીને વીજળીનો પુરવઠો આપવા માટે જે ખર્ચ કરવો પડે છે તે સંપૂર્ણ ખર્ચ ગ્રાહકોએ તે પછીના જ ત્રિમાસિક ગાળાથી ચૂકવવો પડશે. એટલે ગ્રાહકો પર વીજ ક્ષેત્ર તરફથી આર્થિક ભારણ વધશે. તેમાં ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝ કોસ્ટને પણ સમાવેશ થઈ જાય છે. અત્યારે પાવર પરચેઝ કોસ્ટમાં દર ત્રણ મહિને સુધારો કરવામાં આવે છે. વીજ વિતરણ કંપનીઓ ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ દર ત્રણ મહિને વીજ દરમાં યુનિટદીઠ દસ પૈસાનો વધારો કરવાની છૂટ ધરાવે છે. યુનિટે દસ પૈસાથી વધુ રકમનો વધારો કરવાનો હોય તો તેને માટે વીજ નિયમન પંચ પાસેથી મંજૂરી લેવાની થાય છે.

Haryana electricity duty exemption industries for 20 years | Business News  – India TV

કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરના નવા પરિપત્રને પરિણામે ગુજરાત વીજ નિયમન પંચ પાસેથી વીજદરમાં વધારો કરવાની આગોતરી મંજૂરી હવે વીજ વિતરણ કંપનીઓએ લેવી પડશે જ નહીં. હાલની સિસ્ટમમાં એન્યુઅલ રેવન્યુ રિક્વાયરમેન્ટની આખી દરખાસ્ત રજૂ કરીને તેના પર વીજ નિયમન પંચ સમક્ષ ગ્રાહકોના પ્રતિનિધિઓનો અભિપ્રાય કે તેમની રજૂઆતોને સાંભળીને વીજદરમાં વધારો આપવામાં આવતો હતો. આ પ્રક્રિયા હવ વર્ષમાં એક વાર ઔપચારિક રીતે જ કરવાની આવશે. ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા નક્કી કરી આપવામાં આવતા નવા વીજદર નાણાંકીય વર્ષની પહેલી એપ્રિલથી 31મી માર્ચના બાર માસના ગાળા માટે અમલમાં રહેતા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW