Wednesday, December 11, 2024
HomeSportsBCCIને ટેક્સમાંથી છુટ મળતી જ રહેશે, ટ્રીબ્યુનલે કહ્યું IPLના કારણે બોર્ડનો હક...

BCCIને ટેક્સમાંથી છુટ મળતી જ રહેશે, ટ્રીબ્યુનલે કહ્યું IPLના કારણે બોર્ડનો હક છીનવી શકાય નહીં

Advertisement

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને એક મોટી રાહત મળી છે. દેશમાં ઈનકમ ટેક્સ સાથે જોડાયેલા વિવાદો ઉપર ચુકાદો સંભળાવનારી સંસ્થા ઈનકમ ટેક્સ અપૈલેટ ટીબ્યુનલ ITATએ કહ્યું છે કે બોર્ડને ટેક્સમાં મળનારી રાહત ચાલતી જ રહેશે. ITATએ કહ્યું હતું કે, BCCIને આ છુટ એ માટે સમાપ્ત નથી કરી શકતી કારણ કે તે આઈપીએલમાંથી મોટી કમાણી કરી રહ્યાં છે. બોર્ડ ઈનકમ ટેક્સ એક્ટ 12A હેઠળ એક સોસાયટી રજીસ્ટ્રેશનની હકદાર છે. જ્યા સુધી તે દેશમાં ક્રિકેટને પ્રમોટ કરતી રહેશે તેના ઉપર છુટ મળતી રહેશે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈ તમિલનાડુ સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ રજીસ્ટર્ડ સોસાયટી છે અને તે જ કારણે તેને ટેક્સમાંથી રાહત મળી રહી છે. 2018માં લોઢા કમીટીની ભલલામણ ઉપપર ઘણા ફેરફારો કરવામાં આવ્યાં બાદ તે જોખમ ઉભુ થયું હતું કે રજીસ્ટ્રેશન રિન્યુ થશે નહીં. તે બાદ બોર્ડે નવી રીતે રજીસ્ટ્રેશન માટે અરજી કરી હતી. જેને ટેક્સ પ્રિન્સિપલ કમિશ્નરે ફગાવી દીધી હતી.

અરજીને તે આધાર ઉપર ફગાવી દેવામાં આવી હતી કે બોર્ડ આઈપીએલ જેવી પ્રોફેશનલ લીગના માધ્યમથી અરબો રૂપિયાની કમાણી કરી રહ્યું છે. જે આ સોસાયટી એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન મળવું જોઈએ નહીં. બીસીસીઆઈએ આ નિર્ણયને ITATમાં પડકાર્યો હતો. જ્યાં નિર્ણય તેના પક્ષમાં આવ્યો છે. ITATએ જણાવ્યું હતુ કે, જ્યા સુધી દેશમાં ક્રિકેટને પ્રોત્સાહન દેવાનું બોર્ડનું પ્રાથમિક લક્ષ્ય રહેશે ત્યાં સુધી તેને ટેક્સમાંથી રાહત મળતી રહેશે. નિર્ણય સંભળાવનાર ITATમાં મુંબઈ બેંચના જ્યુડિશિયલલ મેમ્બર રવિશ સુદ અને વાઈસ પ્રેસિડન્ટ પ્રમોદ કુમાર પણ સામેલ હતાં.

ITATના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, ભલે આઈપીએલનું સ્ટ્રકચર એવું હોય જેમાં બોર્ડને મોટી કમાણી થતી હોય પરંતુ તે નક્કી નથી થતું કે બોર્ડ ક્રિકેટને પ્રોત્સાહન દેવા અને લોકપ્રિય બનાવવા માટે કામ નથી કરી રહી. એ માટે બીસીસીઆઈને સોસાયટી એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરવાનો અધિકાર રહેશે. તેમજ તેને મળનારી ટેક્સની છુટ પણ યથાવત જ રહેશે.

કલમ 12Aનો નિયમ છે કે જો કોઈ રજીસ્ટર્ડ સંસ્થાની ગતિવિધિઓમાં કોઈ ફેરફાર થાય છે તો તેને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના પ્રિન્સીપલ કમિશનરને 30 દિવસની અંદર તેની જાણ કરવાની રહે છે. લોઢા કમિટિની ભલામણ ઉપર અમલ કરવાના કારણે બોર્ડની ગતિવિધિઓ બદલી હતી. તે જ કારણે તેણે પ્રિન્સીપલ કમિશનરને આ અંગે જાણ કરી હતી અને નવા રૂપથી રજીસ્ટ્રેશન કરવાની કોશિશ કરી હતી. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 2018માં એક આરટીઆઈના જવાબમાં કહ્યું હતું કે, 2014-15ના નાણાકીય વર્ષ માટે બીસીસીઆઈ ઉપર 1325 કકરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે. બોર્ડે 864.78 કરોડ રૂપિયા ટેક્સ ચુકવ્યો હતો તો 460.52 કરોડ રૂપિયા છુટના નામ ઉપર આપ્યો ન હતો. ITATના નિર્ણય બાદ બોર્ડને ટેક્સમાંથી રાહત મળતી જ રહેશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,093FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW