અક્ષય કુમાર અને કેટરીના કૈફનીન ફિલ્મ સુર્યવંશી કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી રિલીઝ માટે અટકી ગઈ હતી. આખરે તેણે છેલ્લે દિવાળી ઉપર રોહિત શેટ્ટીએ પ્રસંશકોની આતુરતાનો અંત આણ્યો હતો અને આ ફિલ્મને 5 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. રિલીઝના પહેલા જ દિવસે સૂર્યવંશીએ બોક્સ ઓફિસ ઉપર હંગામો મચાવવાનો શરૂ કરી દીધો છે અને જોતજોતામાં ફિલ્મે કમાણીના મામલામાં 100કરોડનો આંકડો પણ પાર કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ત્યારે આ ફિલ્મે પોતાની રિલીઝના સાતમાં દિવસે પણ પૈસાનો વરસાદ કર્યો છે. ફિલ્મ સમીક્ષકોના જણાવ્યા પ્રમાણે સૂર્યવંશી ફિલ્મે સાતમાં દિવસે કુલ 8.30 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને તેની સાથે જ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 120.66 કરોડ થઈ ચુક્યું છે. કમાણીના કિસ્સામાં આ ફિલ્મ રોહિત શેટ્ટીની આશા ઉપર સારી ઉતરી છે.
ફિલ્મ ટ્રેડ એનાલીસ્ટ્સનું માનવું છે કે ફિલ્મ આ સપ્તાહમાં 150 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી લેશે. સૂર્યવંશી અનસ્ટોપેબલ ફિલ્મ છે. સૂર્યવંશીને રોહિત શેટ્ટીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મ સમગ્ર ભારતમાં 3000થી વધુ સ્ક્રીનો ઉપર રિલીઝ થઈ છે. જણાવી દઈએ કે ફિલ્મને મહારાષ્ટ્ર અને ગુજરાતના સિનેમાઘરો 50 ટકાની ક્ષમતા સાથે જ ખુલતા સારો ફાયદો મળી રહ્યો છે.
અક્ષય કુમાર સ્ટારર સૂર્યવંશી રજનીકાંતની અન્નાત્થે અને મલ્ટી સ્ટારર હોલિવૂડ ફિલ્મ ઈટર્નલ્સ બોક્સ ઓફિસ ઉપર ત્રણેય ફિલ્મો સારૂ પરફોર્મ કરી રહી છે.
કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન બાદ ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે અને ત્રણેયને સફળતા મળી રહી છે. આ વર્ષની શરૂઆતમાં બેલબોટમ, રૂહી, મુંબઈ સાગા અને થલાઈવી જેવી ફિલ્મો રિલીઝ થઈ છે. માર્વલે પણ પોતાની ફિલ્મ શાંગ-ચી અને ધ લીજેન્ડ ઓફ ટેન રિંગ્સને પણ રીલીઝ કરી છે. જો કે તે પોતાના ઓપનિંગ વિકેન્ડમાં 15 કરોડ રૂપિયાનો આંકડો પાર નથી કરી શકી.