ચિત્રકુટના ચર્ચિત ગેંગરેપ કેસમાં એમપી એમએલએ સ્પેશયલ કોર્ટે પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિને આજીવન કેદની સજા સંભળાવી છે. પ્રજાપતિની સાથે જ આ મામલામાં દોશી આશીષ શુક્લા અને અશોક તિવારીને પણ આજીવન કેદની સજા સંભળાવી છે. આજીવન કેદની સજાની સાથે જ ત્રણેય દોષિતોને 2-2 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. આ પહેલા બુધવારે કોર્ટે પ્રજાપતિ સહિત આશિષ અને અશોકને દોષીત ઠેરવ્યાં હતા અને સજા ઉપર નિર્ણય લઈને તેને સુરક્ષીત કરીને આગામી તારીખ શુક્રવારની આપી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
તો બીજી તરફ વિકાસ વર્મા, રૂપેશ્વર, અમરેન્દ્રસિંહ, પિન્ટુ અને ચંદ્રપાલને કોર્ટે મુક્તિ આપી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કોર્ટે ગાયત્રી પ્રજાપતિ સહિત અન્ય આરોપીઓને મૌખિક સાક્ષી દેવાનો અવસર 2 નવેમ્બર સુધી પૂર્ણ કરી દેવામાં આવી હતી. પૂર્વ ખનન મંત્રી ગાયત્રી પ્રજાપતિ તરફથી મંગળવારે આ મામલામાં અરજી કરીને કેસની તારીખ આગળ વધારવાની માંગ કરાઈ હતી.
તેમાં કહેવામાં આવ્યું છે કે, આ કેસને બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવાની માંગને લઈને તેની અને સુપ્રિમ કોર્ટમાં વિશેષ અનુમતિ આપવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. તેની સાથે જ એમપી એમએલએ કોર્ટના આ આદેશથી ઈલાહાબાદ હાઈકોર્ટ લખનઉ બેંચમાં પડકારવામાં આવી હતી. જે બાદ તેણે બચાવમાં સબુત આપવાની અરજીને ફગાવી દીધી હતી.
તો બીજી તરફ 8 નવેમ્બરના રોજ આરોપીઓ તરફથી પ્રાર્થના પત્ર આપીને કોર્ટને અપીલ કરી હતી કે સાક્ષી અંશુ ગૌડે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે, પીડિતાને ઘણી વખત મોટી રકમ આપવાની લાલચ આપીને કોર્ટમાં સાચી ગવાહી નહીં આપવા માટે રાજી કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષે રજિસ્ટ્રાર લખનૌને સમન્સ આપવાનો આદેશ પણ માંગ્યો હતો અને રજિસ્ટ્રી સાબિત કરવા માટે પીડિતાએ દિલ્હી કોર્ટમાં આપેલું નિવેદન પણ નોંધ્યું હતું.