એક તરફ દિવાળી પર્વ બાદ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. તો બીજી તરફ હિન્દુઓની આસ્થા સમાન ગીરનાર લીલી પરીક્રમાનો સમય પણ નજીક આવી ગયો છે.
પરિક્રમાને માત્ર હવે બેથી ત્રણ દિવસ જ બાકી રહ્યા છે. કાર્તિકી સુદ અગિયારસની મધ્યરાત્રીએ શરુ થનાર પરિક્રમા અંગે શું નિર્ણય લેવો તેના અંગે સ્થાનિક તંત્રની સાથે સાથે સરકાર પણ અવઢવમાં હતું.જોકે હવે કલેકટરે આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં માત્ર સાધુ-સંત સહિત 400 લોકોને જવા દેવાની છૂટ આપી છે. હિન્દુ સંગઠનના વિરોધ છતાં આ વર્ષે પણ સામાન્ય લોકોને પરીક્રમાનો લ્હાવો નહી મળે
આ અંગે ગઈ કાલે જિલ્લા કલેકટરે નિર્ણય જાહેર કર્યો હતો કે સરકારી ગાઈડલાઈનના કારણે આ વર્ષે પરિક્રમાનું આયોજન કરવું મુશ્કેલ છે આ સિવાય જો પરિક્રમાની મંજુરી આપવામાં આવે તો પણ હવે રાશન-પાણીની પરિક્રમાર્થીઓએ જાતે કરવી પડે. છેલ્લી ઘડીએ રસ્તાઓ રિપેરિંગ કરવા શકય નથી. અન્નક્ષેત્રો પાણીની વ્યવસ્થા, યાત્રાળુઓ માટે સામાન પહોંચાડવો, સેનિટેશનની વ્યવસ્થા, પીજીવીસીએલ તૈયાર, વનવિભાગની તૈયાર વગેરે કોઈ વાત શકય જ નથી.જેથી આ વર્ષે માત્ર સાધુ સંતો માટે જ પરિક્રમાની મંજુરી આપવામાં આવી રહી છે.