દિવાળીની રજામાં અંબાજી મંદિરે લાખો ભાવિકોએ દર્શન કર્યા હતા. લાભ પાંચમ સુધીમાં આશરે 8 લાખ ભક્તોએ દર્શન કર્યાનો અંદાજ છે. અંબાજી મંદિર ટ્રસ્ટના સૂત્ર માઠી જાણવા મળ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસમાં ટ્રસ્ટને રૂ.90.80 લાખની મોટી આવક થઈ છે.
દિવાળીનો તહેવાર અને નવા વર્ષે મા અંબાના દર્શન કરવા માટે આવેલા ભાવિકોએ દિલ ખોલીને દાન કરતા મા અંબાનો ભંડારો છલકાયો છે. વર્ષ 2019માં દિવાળીના પાંચ દિવસમાં ટ્રસ્ટ ને રૂ.67 લાખની આવક થઈ હતી. આ વર્ષે દિવાળીના દિવસોમાં રોકડ ભેટ અને ભંડારાની આવકમાં મોટો વધારો થયો છે. કુલ મળીને રૂ.90.80 લાખની આવક થઈ છે. મંદિર સુવર્ણ શિખરમાં પણ રૂ.3 લાખનું દાન મળ્યું છે. જેની સામે 2.60 લાખ પેકેટ પ્રસાદના વિતરણ કરાયા છે. હજુ પણ આવનારા દિવસોમાં આ દાન ની રકમ રૂ.1 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.