માળિયા તાલુકાના બોડકી ગામના ખેતરોમાં વીજ પોલના કામગીરી માટે વીજ કંપનીના અધિકારીઓ ગયા હતા. જોકે ખેડૂતોએ અપૂરતા વળતર અને ખેતરમાં તેમનો પાક ઉભો હોવાનું જણાવી વિરોધ કર્યો હતો ખેડૂતોને સમજાવવા અધિકારીઓએ પ્રયાસ કર્યા હતા જોકે ખેડૂતો તેની માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી એક પણ ખેતરમાં વીજપોલ ઉભો નહી થવા દે તેવી માંગણી કરતા અંતે અધિકારીઓ કામગીરી મોકૂફ રાખી નીકળી ગયા હતા.

માળિયા તાલુકાના બોડકી ગામમાં ગુરુવારના રોજ જેટકો કંપનીના અધિકારી અને કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજપોલ નાખવા પહોચ્યા હતા.જેના કારણે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો એક તરફ ખેતરમાં હજુ પાક ઉભો છે.તો બીજી તરફ વીજ કંપનીએ ખેડૂતોને પુરતું વળતર પણ ચૂકવેલ ન હોવાથી અધિકારીઓને ખેડૂતોના રોષના ભોગ બનવું પડ્યું હતું ખેડૂતોએ કોઈ પણ પ્રકારની પાછી પાની કર્યા વિના જ્યાં સુધી પુરતું વળતર નહી તેમજ ખેતરમાં પાક ઉભો છે. ત્યાં સુધી તેમની જમીન પર એક પણ વીજ પોલ ઉભો નહી કરવા દેવામાં આવે તેવી ચીમકી આપી હતી બોડકી ગામમાં અંદાજીત 150થી 170 વીઘા જમીનમાં વીજ પોલ આવી રહ્યા હોય અને હજુ ખેડૂતોએ ચોમાસાની સીઝનમાં વાવેલ પાક ઉભો છે તેવા સમયે વીજ અધિકારીઓ મશીનો લઈ ખેતરમાં આવી ગયા હતા એક તરફ તેમણે સરકાર પુરતું વળતર આપી રહી નથી બીજી તરફ તેમના ઉભા પાકને નાશ કરવા આવી પહોચેલા વીજ કંપનીના અધિકારીઓને ખેડૂતોએ રીતસર તતડાવી નાખ્યા હતા. ખેડૂતોનો રોષ પારખી ગયેલા વીજ અધિકારીઓ અંતે કામગીરી મોકૂફ કરવાની ફરજ પડી હતી