મોરબી જિલ્લાના ત્રણ યાર્ડ પૈકી સૌથી મોટા મોરબી માર્કેટિંગ યાર્ડમાં પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ કરવામાં આવી છે.પ્રથમ દિવસે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરી હોવાથી ખરીદી અટકી હતી તો બીજા દિવસે ખેડૂતો જ પોતાની જણસ વેચવા આવ્યા ન હતા.જેના કારણે યાર્ડમાં કર્મચારીઓ તડકામાં સેકાયા હતા.તંત્ર દ્વારા મોરબી માળિયાના 15 -15 ખેડૂતોને મગફળીની ખરીદી કરવા બોલવવામાં આવ્યા હતા. જોકે એક પણ ખેડૂતો ન આવતા બીજા દિવસે પણ ખરીદી અટકી હતી.બીજી તરફ ટંકારા તાલુકામાં ખેડૂતોની માંગણી છે કે ટંકારામાં ખરીદ કેન્દ્ર શરુ કરવામાં આવે જોકે આ અંગે હજુ સુધી નિર્ણય ન લેવાતા ટંકારાના ખેડૂતોને બોલાવવામાં આવ્યા ન હતા.મોરબી જિલ્લામાં સૌથી વધુ ટંકારા તાલુકામાં 5000થી વધુ ખેડૂતો નોધાયેલ છે.પણ તંત્ર હજુ આ ખેડૂતોને મોરબી યાર્ડમાં બોલાવવા કે ટંકારા કેંદ્ર ફાળવવા તે અંગે નિર્ણય ન લેતા ખરીદી અટકી છે.
મોરબી માળિયા ખેડૂતોને આજે મગફળીની ખરીદી માટે બોલાવ્યા પણ તેઓ હાજર રહ્યા ન હતા તેની પાછળ સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કર્યા તે ઓછા હોવાનું માની રહ્યા છે આ કારણસર તેઓ ખરીદી માટે આવી રહ્યા નથી.તેવી પણ ચર્ચા જાગી છે