વિશ્વમાં દર વર્ષે લાખો લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી દે છે. જ્યારથી ફોર વ્હીલમાં એરબેગ્સની સુવિધા મળી રહી છે ત્યારથી દુર્ઘટના કે અકસ્માતમાં જીવ ગુમાવનારાની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ હજુ પણ ઘણા અકસ્માતોમાં ટુ-વ્હીલના ચાલકનું મોત નીપજે છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
વાસ્તવમાં ટુ-વ્હીલર દુર્ઘટનામાં ચાલકનો જીવ કેવી રીતે બચાવી શકાય છે તેના ઉપર ઓટોમોબાઈલ્સ કંપનીઓ સતત કામ કરી રહી છે. હવે ટુ-વ્હીલમાં પણ એરબેગની સુરક્ષા દેવાની વાત કરવામાં આવી રહી છે. એટલે કારની જેમ જ બાઈક અને સ્કુટરમાં પણ એરબેગનું ફિચર મળશે.

સ્કુટર અને બાઈકમાં એરબેગના ફિચર્સ ઉપર Piaggio કંપની કામ કરી રહી છે. કંપનીએ તેના માટે ઓટોમમેટીવ સેફ્ટી સિસ્ટમ ઉપલબ્ધ કરાવનારી ઓટોલિવની સાથે એક કરાર કર્યો છે. જે બાદ હવે બંને કંપનીઓનું કહેવું છે કે તે સાથે મળીને દ્વિચક્રી વાહનો માટે એરબેગ બનાવવા ઉપર કામ કરી રહી છે.

મીડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે, ઓટોલિવ કંપની એડવાન્સ સિમુલેશનની સાથે આ એરબેગના પ્રારંભિક કોન્સેપ્ટને તૈયાર કરી રહી છે. ક્રેશ ટેસ્ટ પણ કરાઈ ચુક્યો છે. તેમજ ઓટોલિવની સાથે આવવાથી હવે તે સારી રીતે બજારમાં આવશે તેવી આશા લગાવવામાં આવી રહી છે.

સુત્રોના જણાવ્યા પ્રમણે એરબેગને દ્વિચક્રી વાહનના ફ્રેસ ઉપર લગાવવામાં આવશે. એક્સિડન્ટની સ્થિતિમાં આ એરબેગ આંખના પલકારામાં ખુલ્લી જશે. જેવી રીતે ફોર વ્હીલમાં થાય છે. જેનાથી અકસ્માતમાં લોકોના મોત ઓછા થશે અને આંકડો ઘટશે.

ઓટોલિવના સીઈઓ અને અધ્યક્ષ મિકેલ બ્રેટે જણાવ્યું છે કે, ઓટોલિવ વધારે જીવન બચાવવા અને સમાજ માટે વિશ્વ સ્તરીય જીવન સમાધાન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. ટુ-વ્હીલર ચાલકની સેફ્ટી માટે અમે આ પ્રોડક્ટને ડેવલપ કરી રહ્યાં છે જે વધારે સુરક્ષા આપશે. તેણે કહ્યું કે, વર્ષ 2030 સુધીમાં દરેક વર્ષે એક લાખ લોકોના જીવન બચાવવાની દિશામાં દ્વિચક્રી વાહન માટે એરબેગ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.