બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના લગ્ન જે તે સમયે ખુબ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.જોકે હવે તેની સગાઈમાં આપવામાં આવેલ વીંટી ચર્ચાનું કારણ બની છે.આ વીંટી તેની ડીઝાઇન કરતા તેની કિમતના કારણે વધુ ચર્ચાસ્પદ લાગી રહી છે.આમ તો પ્રિયંકાની ફેશન સેન્સ હમેશા અલગ અંદાજના કારણે જાણીતી છે. પણ
પ્રિયંકાની ખુબ કિમતી જ્વેલરી હાલ શોશ્યલ મીડિયા અને ટીવી મીડિયામાં છવાયેલ છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરાના લગ્ન કેટલા શાનદાર રીતે થયા તે તો બધા ફેન્સને સારી રીતે યાદ છે. લગ્નની જોડીથી લઇ વીંટી સુધીની કિમતી ચીજ વસ્તુઓ પહેરી હતી.તાજેતરમાં એક ઈન્ટરવ્યુંમાં પ્રિયંકાએ જણાવ્યું હતું. કે સગાઈ વખતે પહેરેલી વીંટીની કિમત રૂપિયા 2.1 કરોડની છે ઇન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યું કે તેમની સૌથી કિમતી જ્વેલરી કઈ છે.ત્યારે તેણે હસતા હસતા કીધું કે જો તેને પોતાના સગાઈની વીંટી નું નામ ન લીધું તો તેનો પતિ નીક જોન્સ તેને મારી નાખશે.આ વીટી સાથે તેની અનેક યાદ જોડાયેલ છે. તો હું તેનું નામ લેવાનું ઈચ્છીશ.
એક રીપોર્ટસ મુજબ નીકે તેના મિત્રોની મદદથી પ્રિયંકા માટે વીંટી લીધી હતી.પ્રિયંકાના જણાવ્યા મુજબ રીંગ ટીફની હોવી જોઈએ તેમના પિતા સાથે નીકને ખાસ કનેક્શન હતું નીકે તરત તેના મિત્રોને બોલાવી ટીફની સ્ટોર પર જઈને પ્રિયંકાની ફેશન સેન્સ પુરા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોપ પર છે.