મોરબીના સોખડા ગામ નજીક બોલેરો કારમાંથી થયેલી લૂંટમાં પોલીસે બીજા જ દિવસે ભેદ ઉકેલી નાંખ્યો છે. આ કેસમાં ફરિયાદ કરનાર જ આરોપી નીકળ્યો છે. જેની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યાવાહી કરેલી છે. મોરબીના સોખડા નજીક થયેલ લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે ચોક્કસ દિશામાં પગલાં લીધા છે. હકીકતમાં ફરિયાદીનું દેવું થઈ જતા વેપારીઓની ઉઘરાણીથી બચવા પોતે જ લૂંટાયાનો બનાવ્યો હતો પ્લાન બનાવી દીધો હતો. પછી સમગ્ર પ્લાન અનુસાર લૂંટ ચલાવીને ઘટનાને અંજામ આપ્યો હતો.

કચ્છના જેસિંગ સોલંકી એ ભત્રીજા પ્રફુલ સોલંકી સાથે મળીને પ્લાન બનાવ્યો હતો. જેસિંગ સોલંકીની મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી લીધી છે. મોરબી જિલ્લાના સોખડા નજીક ટેમ્પો ચાલકને બાંધી ને રૂ.6.15 લાખની લૂંટની ફરિયાદ થઈ હતી. શખ્સોએ કાર ચાલકને બંધક બનાવી રૂ.6.15 લાખ લૂંટી લીધા હતા. બોલેરો કારનો ચાલક જ્યારે કારમાં સૂતો હતો ત્યારે એના મોઢા પર ડૂચો મારીને એના હાથ બાંધી દીધા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં મોરબી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. લુટારૂ ને પકડવા માટે પોલીસે આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. પડધરીના રેહવાસી જેસંગભાઈ લાધાભાઈ સોલંકી પોતાની કારમાં ભુજથી ગોંડલ જતા હતા ત્યારે આ ઘટના બની હતી