રાજસ્થાન,ગોવાં અને નોર્થ ઈસ્ટ ફેવરીટ ડેસ્ટીનેશન બન્યા
દિવાળી પર્વમાં ગુજરાતીઓ ફરવા જવાનું વધુ પસંદ કરતા હોય છે.જે લાભ પાંચમ સુધી મોટા ભાગના પ્રવાસી સ્થળ હાઉસફુલ રહેતા હોય છે તેમાં પણ અમદાવાદીઓની તો વાત જ કઈક ઓર છે.આ દિવાળી દરમિયાન અમદાવાદીઓએ 4થી7 દિવસના ટુર પેકેજ પાછળ રૂ 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.વ્યક્તિગત વાહન એસટી,ખાનગીબસ.ટ્રેન,તેમજ હવાઈ સેવા વગેરેમાં ફરવા ગયેલા અમદાવાદીઓએ સરેરાશ 10થી 12 હજાર સુધીનો ખર્ચ કર્યો હતો.

ધી ટ્રાવેલ્સ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના મનીષ શર્માએ ઈન્ડિયા એક્ઝેટને જણાવ્યા મુજબ ગુજરાતમાં લગભગ તમામ ટુરિસ્ટ સ્થળ પર હાઉસફુલ થયા હતા.રાજસ્થાન,નોર્થ ઇસ્ટ સ્ટેટ,યુપીના હરિદ્વાર અયોધ્યા જેવા ધર્મિક સ્થળ ઉપરાંત ગોવા,દમણ દીવ વગેરે ટુરિસ્ટ પ્લેસ પર હોટેલ અને રેસ્ટ હાઉસ તેમજ ટુરિસ્ટ પ્લેસ હાઉસફુલ રહ્યા હતા.
કોરોના મહામારીના કારણે 2020માં અમદાવાદીઓ ખુબ ઓછી સંખ્યામાં રાજ્ય બહાર ફરવા ગયા હતા જયારે હાલ વિદેશી ટુર પ્લેસ પ્રતિબંધ છે.જેના કારણે દેશના આસપાસના રાજ્યમાં ભીડ વધુ જોવા મળી છે. આ અંગે ટુર ઓપરેટરો જણાવી રહ્યા છે કે જે લોકો વિદેશ નથી જઈ શક્યા તે લોકો આ વખતે નોર્થ ઈસ્ટ માં જતા રહ્યા જેના કારણે આ ટુરિસ્ટ પ્લેસ ફૂલ થઇ ગયા હતા.
કિમી દીઠ 15થી 20માં કારનુ બુકિંગ થયું.
ગુજરાત ટુરિસ્ટ સ્થળ હાઉસફુલ સ્થળોએ મોટી સંખ્યામાં અમદાવાદીઓએ એડવાન્સ બુકિંગ કરવાતા દિવાળી સમયે લગભગ તમામ સ્થળ હાઉસફુલ થયા હતા. તમામ સ્થળે મોટી સંખ્યામાં શહેરીજનો પર્સનલ કે ભાડાનું વાહનમાં ગયા હતા. તો મોટી સંખ્યાબંધ લોકોએ કિલોમીટર દીઠ 15થી 20ના ભાવે ભાડાના વાહન કર્યા હતા આ સિવાય 12 -15ના ગ્રુપ એવા હતા જેમણે નાની બુકિંગ થયાનું ટુર ઓપરેટરો જણાવી રહ્યા છે.

