રાજ્યમાં દિન પ્રતિદિન ગુનાઓનું પ્રમાણ એ હદે વધી રહ્યું છે કે સામાન્ય જનતા માટે ઘરની બહાર નીકળતા પહેલા પોતાની સુરક્ષાની ચિંતા રહે છે ગુનેગારોને જાણે પોલીસની કે કાયદાની કોઈ બીક જ ન રહી હોય તેવાં દ્રશ્ય સામે આવી રહ્યા છે સુરતમાં તો નબીરાઓ જાહેરમાં કેક કાપી જન્મદિવસ ઉજવી સમગ્ર વિસ્તાર બાનમાં લેવું જાહેરમાં વાહનો પુર ઝડપે ચલાવવા સ્ટંટ કરવાના દ્રશ્ય છાસવારે સામે આવતા હોય છે હવે તો આ તત્વો પોલીસને પણ ગાઠતા નથી જેનું તાજું ઉદાહરણ સુરતના ખટોદરા વિસ્તારમાં સામે આવ્યું છે.
બીઆરટીએસ બસના ચાલક સાથે બે શખ્સ માથાકૂટ કરતા હતા જે બાદ પોલીસ વચ્ચે પડી સમાધાન માટે પ્રયાસ કર્યો હતો જોકે બસ ચાલક સાથે માથાકૂટ કરી રહેલા બન્ને શખ્સોને ટ્રાફિક પોલીસ દ્વારા બે તમાચા ઝીકી મારી દીધા હતા તા. જેની અદાવત રાખી મોડી રાત્રિ દરમિયાન ટ્રાફિક પોલીસ ચોકી પર કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ વધારે ભયાનક થાય તે પહેલા જ નાઇટ ડ્યુટીમાં રહેલા ટીઆરબી જવાનોએ પાણી દ્વારા આગને કાબુમાં લીધી હતી. નાઈટ ડ્યુટી માં રહેલા ટીઆરબી ના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
બનાવ બાદ પોલીસે સની ગુલામ મોરે અને તેની સાથેના એક સગીર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી