મોરબીમાં પૂ.જલારામ બાપા ની ૨૨૨મી જન્મજયંતિ નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. જલારામ મંદિર ખાતે દર વર્ષે અલગ અલગ આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ તેનું આયોજન કરાયું છે જે મુજબ સવારે ૬:૩૦ કલાકે પ્રભાતધૂન,સવારે ૯:૩૦ કલાકે અન્નકુટ્ટ દર્શનસવારે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટીંગ,બપોરે ૧૨ કલાકે મહાઆરતીબપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદસાંજે ૫ કલાકે વૈદિક યજ્ઞસાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના પરિવાર તેમજ જલારામ ભક્તોને હાજર રહેવા અને પ્રસાદ ગ્રહણ કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
પૂ. જલારામ બાપાની 222મી જન્મજયંતિની શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક દબદબાભેર ઉજવણી થશે. જલારામ બાપાની જન્મજયંતિને લઈને રઘુવંશી સમાજ સહિત અનેક ભકતજનો કાલે પૂ. બાપાની ભક્તિમાં તલ્લિન થઈ ધન્ય થશે. ત્યારે શહેરમાં પણ રઘુવંશી સમાજ-મહિલા મંડળ તેમજ ભકતજનો જન્મોત્સવને ઉજવવા થનગની રહ્યા છે. જેમા મહાઆરતી બુંદી-ગાંઠીયા, રોટલો, માખણનો પ્રસાદ તો કયાંક 1500થી 2000 માણસનો મહાપ્રસાદ આમ ભજન અને ભોજનના કાર્યક્રમો સભર જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવશે. જેની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
જલારામ ઝુંપડી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જલારામધામ રાજસમઢીયાળા ખાતે સવારે 11 કલાકે મહાઆરતી કરવામાં આવશે સાથે અન્નકુટ દર્શનનો લાભ પણ આપવામાં આવશે બપોરે 12 કલાકે સર્વ બટુકો બાળાઓને પૂ. જલારામ બાપાની પ્રસાદી ભોજન પીરસવામાં આવશે
જલારામ જન્મજયંતિ નિમિતે રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા આવતીકાલે આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધા સાંજના 5 થી 6.30 વાગ્યા સુધી તથા 7.15 મીનીટે મહારાજ આરતી ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણનું આયોજન કરવામાં આવેલ છે.