દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને અમેરીકાની ઈલેકટ્રીક કાર કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કના નેટવર્થમાં આ સપ્તાહમાં અત્યારસુધીમાં આશરે 50 અરબ ડોલરનો ઘટાડો નોંધાયો છે. આવુ સતત બીજા દિવસે ટેસ્લા ઈન્કના શેરોમાં ઘટાડાના કારણે થયું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
તે બ્લુમબર્ગ બિલિનેયર ઈન્ડેક્સના ઈતિહાસમાં બે દિવસમાં સૌથી મોટો ઘટાડો છે. તો જેફ બેજોસના 2019માં MacKenzie Scott સાથેના છુટાછેડા બાદ 36 અરબ ડોલરનું નુકશાન બાદ એક દિવસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ટેસ્લા માટે છેલ્લા થોડા દિવસો સારા રહ્યાં નથી. એક રીપોર્ટ પ્રમાણે આ તે સમયે શરૂ થયું જ્યારે મસ્કે ટ્વિટર ઉપર પોતાના ફોલોઅર્સને પુછ્યું કે, આ તેણે કંપનીમાં પોતાની 10 ટકા ભાગીદારી વેચવી જોઈએ કે કેમ. જે બાદ સમાચાર મળી રહ્યાં છે કે, તેના ભાઈ Kimbalએ શેર વેચી દીધા છે.
એલન મસ્કની નેટવર્થમાં ઘટાડાથી એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ અને તેની વચ્ચે અંતર ઘટીને 83 અરબ ડોલરનું રહ્યું છે. મસ્કે જાન્યુઆરીમાં પહેલી વખત દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં પહેલા સ્થાન માટે બેજોસને પાછળ છોડી દીધા હતા. બંને અરબપતિઓની વવચ્ચે અંતર હાલમાં વધીને 143 અરબ ડોલર ઉપર પહોંચી ગયું છે. જે દુનિયાના ચોથા સૌથી વધારે ધનવાન વ્યક્તિ બિલગેટ્સની નેટવર્થથી વધારે છે.