મહાનગર અમદાવાદમાંથી વિશ્વાસઘાત અને છેત્તરપિંડીના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગઠિયાઓએ ચોરી કરવા માટે એક નવો કિમીયો અપનાવ્યો છે. ખાસ કરીને માતા અને પિતા બંને નોકરિયાત હોય અને છોકરાઓ ઘરે એકલા રહેતા હોય તો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં જ્યારે કંપતિ નોકરીમાં ગયું હતું ત્યારે બાળકો ઘરે એકલા હતા. એ સમયે એક શખ્સ ઘરે આવ્યો અને પિતાનો અકસ્માત થયો છે એવું કહીને ઘરમાંથી રૂ.80,000 કઢાવી, રૂ.48000 લઈને સામે રૂ,32000 આપીને ફરાર થઈ ગયો છે.
આ સમગ્ર કેસની જાણ જ્યારે પોલીસને થઈ ત્યારે પોલીસ પણ થોડા સમય માટે ચોંકી ગઈ હતી. પોલીસે આ કેસમાં ફરિયાદ લઈને તપાસ શરૂ કરી દીધી છે. મૂળ બનાસકાંઠાના અને અત્યારે સાબરમતી વિસ્તારમાં આવેલા ટોલનાકા પાસે રહેતા પ્રવિણ પરમાર એક નોકરિયાત છે. કાલુપુર વિસ્તારમાં આવેલા અમદુપુરા રોડ પરની પ્લાસ્ટિકની દુકાનમાં નોકરી કરે છે. સંતાનમાં બે પુત્ર અને એક દીકરી છે. ગત ઑક્ટોબર મહિનામાં સંતાન ઘરે હતા ત્યારે દીકરીએ ફોન કરીને પૂછ્યું કે, પપ્પા તમારો અકસ્માત થયો છે? જેમાં પ્રવિણભાઈએ ના પાડી. એ સમયે દીકરીએ કહ્યું કે, બંને નોકરીમાં ગયા ત્યારે 20-30 વર્ષનો એક ભાઈ આવ્યો. જેણે રાહુલને બોલાવીને કહ્યું કે, તારા પપ્પાનો અકસ્માત થયો છે. દવા માટે ઘરમાં પૈસા હોય તે લઈ લો. રાહુલે બહેનને ઊંઘમાંથી જગાડીને આ વાત કહી હતી. જ્યારે ઘરમાં કોઈ પૈસા ન હોવાનું જણાવ્યું. પણ રાહુલને ખબર હતી કે પૈસા ક્યાં છે. પછી તેણે ઘરના કબાટમાંથી રૂ.80,000 કાઢીને પેલા શખ્સને આપી દીધા. ચોરી કરવા માટે આવેા શખ્સે રૂ.48000 કાઢી લીધા અને રૂ.32000 પરત આપી દીધા. પછી રાહુલને હોસ્પિટલ સાથે આવવાનું કહ્યું અને પિતાને ફોન કરવા માટે કહ્યું.

પછી ગઠિયાઓએ કહ્યું કે, પિતાનો ફોન નથી લાગતો. આટલું કહી તે રાહુલનો પોતાની સાથે લઈ ગયા. પછી સુભાષબ્રીજ પરથી એક કોમ્પ્લેક્સ બતાવીને મમ્મીને લઈને આવવા કહ્યું. રાહુલને રિક્ષામાં બેસાડીને ઘરે મોકલી દીધો. સમગ્ર કેસની જાણ પ્રવિણભાઈને થતા કોઈ ગઠિયો બનાવગીરી કરીને રૂ48.000 લઈને ગાયબ થઈ ગયો. આ અંગે પ્રવિણભાઈએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાી છે. પોલીસે આ શખ્સોને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.