અરુણાચલમાં આધિપત્ય, ચીને આખું ગામ વસાવ્યું
પૂર્વ લદાખમાં સરહદ વિવાદ સળગતો રાખીને ચીને ભારતના અરુણાચલ પ્રદેશમાં એક આખું ગામ વસાવી દીધું છે. આવો દાવો અમેરિકાના એક સંરક્ષણ રિપોર્ટમાં કરાયો છે. અરુણાચલ વિવાદિત જગ્યા એ ચીને એક સૈન્ય ચોંકી પણ ખડકી દીધી છે.
અરુણાચલ પ્રદેશના અપન સુબનસિરી જિલ્લામાં એક મોટું ગામ ઊભું કરી દીધું છે. જ્યાં લાંબા સમયથી ચીનની સૈન્ય ચોંકી કાર્યરત છે. 6 દાયકા પહેલા જે જગ્યા પર કબજો જમાવ્યો હતો એ જગ્યા પર આજે એક ગામ વસાવી દીધું છે. વર્ષ 1959માં ચીને આસામ રાયફલ પાસેથી પોસ્ટ કબજે કરીને જમીન પડવી લીધી હતી. આ ઘટનાને લોગજુ થી ઓળખવામાં આવે છે. ચીન અરુણાચલ પ્રદેશના અમુક પ્રાંત પર પોતાનો દાવો કરે છે. ચીનના કબજાગ્રસ્ત વિસ્તારમાં થયેલા બાંધકામનો દાવો ભારત ફગાવી દે છે. છેલ્લા એક વર્ષથી પૂર્વી લદાખમાં વિવાદ ચાલુ છે. તંગ સબંધો વચ્ચે પણ ચીને અરુણાચલ પ્રદેશમાં એક આખું ગામ ઊભું કર્યું.