મોરબી જિલ્લાના સોખડા ગામના પાટિયા પાસે પિતૃ કૃપા હોટેલ નજીક લૂંટ થઈ છે. શખ્સોએ કાર ચાલકને બંધક બનાવી રૂ.6.15 લાખ લૂંટી લીધા છે. બોલેરો કારનો ચાલક જ્યારે કારમાં સૂતો હતો ત્યારે એના મોઢા પર ડૂચો મારીને એના હાથ બાંધી દીધા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં મોરબી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
લુટારૂ ને પકડવા માટે પોલીસે આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે.
લાભ પાંચમના દિવસે મોટાભાગના વેપારીઓ દુકાન શરૂ કરતાં હોય છે. પણ અહીં લૂંટારૂઓ બોણી કરી ગયા છે. મોરબી કચ્છ હાઇવે પર આવેલી પિતૃ કૃપા હોટેલ પાસે આ બનાવ બન્યો છે. લુંટ કરનાર બે વ્યક્તિને પકડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે
પડધરીના રેહવાસી જેસંગભાઈ લાધાભાઈ સોલંકી પોતાની કારમાં ભુજથી ગોંડલ જતા હતા ત્યારે આ ઘટના બની. ઊંઘ આવતી હોવાને કારણે સોખડા ગામના પાટિયા પાસે પિતૃ કૃપા હોટેલ નજીક, પાર્કિગમાં કાર પાર્ક કરીને ગાડીમાં આરામ કરતા હતા. એ સમયે બે શખસો કર પાસે આવ્યા.
ચાલકના હાથ બાંધી મોઢે ડૂચો દઈને રૂ.6.15 લાખ લૂટી લીધા હતા. જેસંગભાઈ ડુંગળીના બિલના બાકી પૈસા ચૂકવવા માટે જઈ રહ્યા હતા. કાર જ્યારે આવીને પાર્કિગમાં ઊભી રહી ત્યારે ગણતરીના સમયમાં જ આ લૂંટ થઈ હતી. સામે ફીટ થયેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હોવાનું મનાય છે. જેસંગભાઈ ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. પોલીસને સીસીટીવીમાં બે અજાણ્યા શખસો દેખાઈ રહ્યા છે.