દેશ મોટો કે IPL ? ભારતીય ક્રિકેટમાં આ સવાલ સમાચારોમાં છવાયો છે અને હવે જ્યારે ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપ 2021ના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે તો ફરી વખત આ પ્રશ્ને ગરમાવો પકડ્યો છે. ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે આ પ્રશ્નને કેન્દ્રમાં રાખીને ટી-20 વર્લ્ડકપમાં રમી રહેલા ભારતીય ક્રિકેટરો ઉપર નિશાન સાધ્યું હતું. સાથે જ બીસીસીસીઆઈને આ મામલાને ગંભીરતાથી લેવાની અપીલ પણ કરી છે. ભારતીય ટીમ માટે વર્તમાનમાં ટી-20 વર્લ્ડ કપ સારો રહ્યો નથી. ટુર્નામેન્ટમાંટીમનો આગાઝ એવી રીતે બગડ્યો કે જેની કિંમત તેણે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈને ચુકવવી પડી છે.
કપિલ દેવે જણાવ્યું હતું કે, જે થયું તેને ભુલીને હવે આગામી ટી-20 વર્લ્ડ કપ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. જેના આયોજનમાં પણ હવે વધારે સમય નથી. ભારતે હવે આગામી તૈયારી અને પ્લાન કરવો જોઈએ. તેણે કહ્યું કે, આપણા ખેલાડીઓને એક્સપોઝર તો મળી રહ્યું છે પરંતુ તે તેનો ભરપુર પ્રયોગ નથી કરી રહ્યાં.
ભારતના પૂર્વ કેપ્ટનને આ વચ્ચે એક મોટુ નિવેદન આપ્યું છે કે, ટીમના કેટલાક ખેલાડી દેશનું પ્રતિનિધિત્વ કરવાથી વધારે IPLને મહત્વ આપી રહ્યાં છે. BCCIએ મામલાને ગંભીરતાથી લેવો જોઈએ. જો કે તેણે કહ્યું કે હું એમ નથી કહેતો કે ખેલાડીઓ ફ્રેંચાઈઝી ક્રિકેટ રમે નહીં. પરંતુ તેમાં એક ઓર્ડર હોવો જોઈએ કે તમારી પ્રાયોરીટી શું છે ?
તેણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ખેલાડી દેશથીઉપર IPLને મહત્વ આપી રહ્યાં છે તો પછી આપણે કશું કરી શકતા નથી. ખેલાડીઓએ પોતાના દેશ માટે રમીને ગર્વ અનુભવવું જોઈએ. હું તેની ફાઈનેંસિયલ કંડીશન નથી જાણતો એ માટે વધારે કશું કહી શકતો નથી. પરંતુ એટલું તો જરૂર કહીશ કે પહેલા દેશ હોવો જોઈએ બાદામં ફ્રેન્ચાઈઝી. હું એમ નથી કહેતો કે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમો નહીં. પરંતુ BCCIની જવાબદારી હોવી જોઈએ કે તે ક્રિકેટને સારી રીતે પ્લાન કરે. જો આપણે વર્તમાન ટુર્નામેન્ટમાં થયેલી ભૂલોને આગળ નથી કરતા તો તે આપણા માટે મોટી શિક્ષા હશે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડથી મળેલી મોટી હારનું પરિણામ ટુર્નામેન્ટમાં બહાર થઈને ભોગવવું પડ્યું છે.