Thursday, April 17, 2025
HomePoliticsUP વિધાનસભાની ચૂંટણી માટે PM મોદી થયા સજ્જ, આ મહિનામાં કરશે 4...

UP વિધાનસભાની ચૂંટણી માટે PM મોદી થયા સજ્જ, આ મહિનામાં કરશે 4 પ્રવાસો

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહીનામાં 4 વખત ચૂંટણી આવનારા રાજ્યોનો પ્રવાસ ખેડશે. આ દરમયાન તે ઘણા મોટા પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે અને જનસભાઓ અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે. રવિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમયાન પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મંથન પણ કર્યું હતું.

એક રિપોર્ટ પ્રમાણે યોગી આદિત્યનાથના પ્રસ્તાવ પ્રમાણે પીએમ મોદી આ મહીને સુલ્તાનપુર, ઝાંસી, લખનૌ અને ગ્રેટર નોઈડા પહોંચશે. પીએમ મોદી 16 નવેમ્બરના રોજ સવારે આશરે 11 વાગ્યે સુલ્તાનપુર જિલ્લામાં પહોંચશે. ત્યાં તે રસ્તા ઉપર તૈયાર કરવામાં આવેલી 3 કિમી લાંબી હવાઈ પટ્ટી અને રાજ્યના સૌથી લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસનું ઉદ્દઘાટન કરશે. પીએમ મોદી ત્યાં એક મોટી જનસભાાને પણ સંબોધશે. રાજ્ય સરકારે સોમવારે કહ્યું છે કે, પીએમ 25 નવેમ્બરના રોજ ગ્રેટર નોઈડામાં એક અને મોટા પ્રોજેક્ટ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની આધારશિલા રાખશે.

આ ઉપરાંત 19 નવેમ્બરના રોજ પીએમ મોદી ઝાંસી પહોંચી શકે છે. આ પ્રવાસ રાણી લક્ષ્મીબાઈની જયંતિના દિવસે આઝાદી કા અમૃતમહોત્સવનો ભાગ હશે. આ દરમયાન પીએમ મોદી એક જનસભાને સંબોધશે અને ઝાંસીના કિલ્લામાં પણ જશે. આ આયોજન કિલ્લાની પાસે જ થશે. પીએમ મોદી અને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં બુદેલખંડ વિસ્તારમાં ઘણી વિકાસ પરિયોજનાઓ અને યોજનાઓની પણ શરૂઆત કરી શકે છે.

20 કે 21 નવેમ્બરના રોજ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ રાજધાની લખનઉમાં સાથે નજરે આવશે. આ દરમયાન તે ઈન્ટેલિજન્સ બ્યુરો તરફથી આયોજીત થનારી વાર્ષિક DGPs/IGPs કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં દેશભરના પોલીસ પ્રમુખ ત્યાં પહોંચશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકને લઈને અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. આગામી મમહિને પીએમ મોદી ફરી યુપી પહોંચશે અને પોતાના ક્ષેત્ર વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્દઘાટન કરશે. 15 ડિસેમ્બર સુધીમાં આ કોરિડોરનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,022FollowersFollow
2,810SubscribersSubscribe

TRENDING NOW