Sunday, March 23, 2025
HomeEntertainmentગડા ઇલે.ને મળ્યા નવા નટુ કાકા? આ વ્યક્તિ ભજવી શકે છે પાત્ર

ગડા ઇલે.ને મળ્યા નવા નટુ કાકા? આ વ્યક્તિ ભજવી શકે છે પાત્ર

ટીવી પડદાની લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટુ કાકાનું પાત્ર શરુઆતથી જ ઘનશ્યામ નાયક ભજવતા હતા. કેન્સરની બીમારીથી પીડાઈ રહેલા ઘનશ્યાક નાયકે તા. 3 ઓક્ટોબરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. નટુકાકા તારક મહેતા સીરિયલ લોન્ચ થઈ ત્યારથી જ સાથે જોડાયેલા હતા. બાળકોથી લઈને મોટા સુધી, તમામ દર્શકોના તેઓ ફેવરિટ હતા.

લોકોને તેમની સ્ક્રીન સ્પેસ પસંદ આવતી હતી. તેમની અને જેઠાલાલની પગાર વધારવા બાબતની રકઝક અને રમૂજી પળો લોકો પસંદ કરતા હતા. હવે કાકાનું સ્થાન અન્ય કોઈને આપવું મુશ્કેલ કામ છે.

અટકળો ચાલી રહી છે કે મેકર્સે નવા નટુ કાકા શોધી લીધા છે. આ બાબતે મેકર્સ તરફથી કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં જે શખ્સ જોવામાં આવી રહ્યા છે તે ઘનશ્યામ નાયકનું સ્થાન લેશે. શોને લગતા એક ઈન્સ્ટાગ્રામ ફેન ક્લબ તરફથી આ તસવીર શેર કરવામાં આવી છે.તસવીરમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઈલેક્ટ્રોનિક્સની દુકાન પર બેઠા છે. ફેન ક્લબનો દાવો છે કે આ નટ્ટુ કાકા છે. પરંતુ ચોક્કસપણે કંઈ જ કહી શકાય તેમ નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,117FollowersFollow
2,670SubscribersSubscribe

TRENDING NOW