તા. 29 ઑક્ટોબરના રોજ કન્નડ ફિલ્મજગતના સ્ટાર પુનિત રાજકુમારનું મૃત્યું થયું હતું. આ ઘટનાને લગભગ એક અઠવાડિયું થઈ ગયું છે. તેમ છતાં એમના ચાહકો આ આઘાતમાંથી બહાર આવ્યા નથી. પોતાની માતાના પગલે ચાલીને પુનિતે મૃત્યુ બાદ નેત્રદાન કરવાનું નક્કી કર્યું હતું. જે એને પૂર્ણ કર્યું હતું. એની આંખો નારાયણ નેત્રાલય આઈ હોસ્પિટલમાં દાન કરવામાં આવી. એક્ટરના નેત્રદાન બાદ હવે કર્ણાટકમાંથી એના ચાહકોમાંથી પણ આઈ ડોનર્સની સંખ્યા રાતોરાત વધી ગઈ છે.
કેટલાક પુનિતના એવા પણ ફેન્સ છે. જેમણે પોતાની આંખો દાન કરવા માટે આત્મહત્યા કરી છે. કલાકારના અવસાન બાદ ઘણા ચાહકોએ આઘાતમાં જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 10 ચાહકોના અકાળે મોતના વાવડ છે. જેમાંથી ત્રણનું મોત હાર્ટ-અટેકને કારણે થયું હોવાનું સામે આવ્યું છે. સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કલાકારનો એક મોટો ચાહકવર્ગ હોય છે. આ પહેલા પણ આ વાતની સાબિતી મળી ચૂકી છે. કર્ણાટકના ત્રણ ચાહકે નેત્રદાન કરવા માટે અકાળે મોતને વ્હાલુ કર્યું છે. તા.3 નવેમ્બરના રોજ તુંમાંકુરુંમાં રહેતા ફેન્સ ભરત નામના યુવાને ફાંસો ખાઈને જીવનલીલા પૂર્ણ કરી દીધી. એની પાસેથી એક નોટ પણ મળી આવી હતી. એમાં લખ્યું છે, હું અપ્પુ (પુનિત રાજકુમાર)ના મૃત્યુનું દુઃખ સહન કરી શક્યો નહિ. હું તેની સાથે રહેવા જઈ રહ્યો છું, તેની જેમ મારી આંખો પણ દાન કરવી.
આ સિવાય બેંગલુરુના અનેકલમાં રહેતા રાજેન્દ્ર અને રામનગર જિલ્લાના ચન્નાપટનામાં નિવાસી વેંકટેશન એ પણ નેત્રદાન કરવા માટે જીવન ટૂંકાવી દીધું છે. જેમાં રાજન્દ્રની ઉંમર 24 અને વેંકટેશની ઉંમર 26 વર્ષની હતી. બંનેનાં પરિવારજનોએ આ વાતની ખાતરી આપી છે. પુનિતના મૃત્યુથી બંને આઘાતમાં હતા. કલાકારના નેત્ર સ્વીકારનાર નારાયણ નેત્રાલયના ડૉક્ટર ભુજંગ શેટ્ટીએ કહ્યું કે, પુનિતના નેત્રદાન પછી રાજ્યમાંથી મોટી સંખ્યામાં આઈ ડોનર્સ વધ્યા છે.
While I was at hospital to see Appu Sir, a medical group came to remove his eyes in 6-hour window after death
— Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) October 29, 2021
Appu Sir—like Dr Rajkumar & @NimmaShivanna—donated his eyes
Following in their footsteps & in Appu Sir’s memory, we must all pledge to donate our #eyes as well
I do so pic.twitter.com/MsNAv5zGZC
અનેક લોકો મૃત્યુબાદ નેત્રદાન કરવા માટે વચન લઈ રહ્યા છે. આ પહેલા એક કે બે ડોનર મળવા પણ કઠિન હતા પણ હવે દરરોજની 100 જેટલી અરજી મળી રહી છે. જ્યારે રાજ્યની અન્ય હોસ્પિટલમાં પણ નેત્રદાન કરનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. ડૉક્ટરે એવું પણ ઉમેર્યું હતું કે, પુનિતની આંખથી ચાર વ્યક્તિના જીવનમાં રોશની આવી છે. બંને આંખના કોર્નિયાનું એકદમ બારીક સ્લાઇસિંગ કરાયું અને તેને ચાર વ્યક્તિની આંખમાં પ્રત્યારોપિત થઈ શકે એ માટે સક્ષમ બનાવાયા છે. પુનિતમાંથી અન્ય ફિલ્મકલાકારો પણ પ્રેરણા લઈ રહ્યા છે જેમાં ચેતન કુમાર અહિમાનો પણ સમાવેશ થાય છે.