ગુજરાતમાંથી પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. ગુજરાતના દ્વારકામાં આવેલા સુમદ્રી વિસ્તારમાં પાકિસ્તાન મરીને ભારતીય બોટ પર ફાયરિંગ કર્યું છે. જેમાં એક માછીમારનું મોત નીપજ્યું છચે. એવું પણ જાણવા મળ્યું છે કે, ફાયરિંગમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પણ થઈ છે. જે બોટ પર પાકિસ્તાન મરીને ફાયરિંગ કર્યું છે. એનું નામ જલપરી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
જે સમયે પાકિસ્તાન મરીન આર્મીએ હુમલો કર્યો એ સમયે બોટ ભારતીય જળસીમાની અંદર હતી. જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને દ્વારકા હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયો છે. સમયાંતરે આ પ્રકારની ઘટનાને અંજામ દેવામાં આવે છે. પાકિસ્તાની બોર્ડર સાથે સમુદ્રી સીમા પર આ પ્રકારની હરકત પાકિસ્તાન તરફથી પહેલી વાર નથી. ભારતીય જળ સરહદ નજીક આવીને ફાયરિંગ કરવામાં આવે છે. ગુજરાતના સમુદ્રી વિસ્તારમાં ગત વર્ષે એપ્રિલ મહિનામાં પણ પાકિસ્તાની મરીને બે બોટ પર ફાયરિંગ કર્યું હતું. એ સમયે બોટ પર આઠ વ્યક્તિઓ હતા. જેમાં ઉત્તર પ્રદેશના રહેવાસી એક વ્યક્તિને ઈજા થઈ હતી. દ્વારકા SPનું એવું કહેવું છે કે, આ બંને બોટ દ્વારકાના સમુદ્રી વિસ્તારમાં રહી હતી. કદાય બંને બોટે ભારતીય સુમદ્રી સીમા પાર કરી હશે. એ પછી પાકિસ્તાન મરીને એના પર ફાયરિંગ કર્યું હતું. માછીમારોએ પોતાના રેડિયો સેટ પરથી ભારતીય કોસ્ટગાર્ડને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. પાકિસ્તાની મરીન વિભાગે ખાતરી કરી હતી કે, બે ભારતીય બોટને પકડી લેવામાં આવી છે. એ પછી ભારત લાવવામાં આવી હતી. જોકે, દ્વારકાના જળ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવતા ફરી એકવખત સમુદ્રમાં પેટ્રોલિંગ પર મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક મુદ્દાઓ ચર્ચામાં છે.