Wednesday, July 9, 2025
HomeGujaratભારતીય તટરક્ષક દળે આગ લાગેલી બોટમાંથી 7 માછીમારને બચાવ્યા

ભારતીય તટરક્ષક દળે આગ લાગેલી બોટમાંથી 7 માછીમારને બચાવ્યા

ભારતીય તટરક્ષક દળનું જહાજ આરુષ તા.07 નવેમ્બર 2021ના રોજ જ્યારે આંતરરાષ્ટ્રીય જળસીમાની નજીકમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે આ જળક્ષેત્રમાં આગ લાગેલી બોટ ‘કળશ રાજ’માં ફસાયેલા 7 માછીમારોને આ વિસ્તારમાં આવેલી અન્ય હોડીઓ સાથે સંકલન કરીને તમામને બચાવી લીધા હતા. આ હોડીમાં એન્જિનમાંથી ઇંધણ લીકેજ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

ICGS આરુષ કમાન્ડન્ટ અશ્વિની કુમારના કમાન્ડ હેઠળ મહત્તમ ઝડપે ઘટના સ્થળે પહોંચ્યું હતું. તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. હોડીમાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી હોવાથી તેને બચાવી શકાઇ નહોતી અને છેવટે પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. બચાવી લેવામાં આવેલા ક્રૂને જ્યારે જહાજમાં બોર્ડ પર લાવવામાં આવ્યા ત્યારે અશક્ત અવસ્થામાં હતા અને દેખીતી રીતે થાકેલા હતા. તેમને ICG જહાજ પર પ્રાથમિક સારવાર અને પ્રારંભિક સહાય પૂરી પાડવામાં આવી હતી.

જહાજ સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું હોવાથી બચાવી લેવામાં આવેલા માછીમારોને નજીકમાં કામ કરી રહેલી અન્ય માછીમારી હોડીમાં મોકલીને ઓખા રવાના કરવામાં આવ્યા હતા. આ હોડી PM 07 /AM 08 નવેમ્બર 2021 એ ઓખા પહોંચવાની સંભાવના દર્શાવવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
2,990SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page