Wednesday, September 11, 2024
HomeGujaratCentral Gujaratખાસ મુલાકાતઃ કેનેડામાં ભારતીય સંસ્કૃતિને રજૂ કરનાર એવોર્ડવિનર કોણ છે આ ગુજ્જુગર્લ

ખાસ મુલાકાતઃ કેનેડામાં ભારતીય સંસ્કૃતિને રજૂ કરનાર એવોર્ડવિનર કોણ છે આ ગુજ્જુગર્લ

ડીવાઈન ગ્રુપ ઓફ ઈન્ડિયાના સ્થાપક શ્વેતા સુથારે સાત સમંદર પાર કેનેડામાં ભારતીય સંસ્કૃતિને વેગ આપવાનું કામ કર્યું છે. તેમણે પોતાના સાથી કલાકારો સાથે એક થીમ સોંગ તૈયાર કરીને એમાં ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા છે. કહેવાય છે કે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પણ કેનેડાની ધરતી પર ભારતીય રંગો અને સંસ્કૃતિની ઝાંખી રજૂ કરીને કેનેડામાં પણ ઈન્ડિયન કલ્ચર ફોરમનો ડંકો વગાડ્યો છે.

આ અંગેનો સંપૂર્ણ શ્રેય કેનેડામાં વસતા અને મૂળ ગુજરાતી શ્વેતા સુથારને જાય છે. જેઓ એક સારા કોર્યોગ્રાફર અને કલાકાર છે. શ્વેતા કહે છે કે, અંગ્રેજી આપણે ક્યારેય બોલવા ચાલવા સિવાય બહુ ઉપયોગ કરી નથી. જ્યારે હું કેનેડા આવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે, ભારતમાં બ્રિટિશ અંગ્રેજી ચાલે છે પણ કેનેડામાં ફ્રેન્ચ ઈંગ્લીશ ચાલે છે. શરૂઆતના બે વર્ષ તો ખૂબ તકલીફ પડી. મુશ્કેલી એ હતી કે, લોકોને સમજાવું કેમ કે હું શું કહેવા માગુ છું? સમજાતું બધુ હતું પણ બીજાને સમજાવવાની વાત આવે ત્યારે એ લોકોમાં ફ્રેન્ચ ટોન આવે છે. પણ પછી મેં બોડી લેંગ્વેજથી સમજાવવાનું ચાલું કર્યું. તેઓને પણ ખ્યાલ છે કે, ભારતીયો માટે અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ છે. પણ અહીંના સ્થાનિકોનો સારો એવો સપોર્ટ મળ્યો. વર્ષ 2012માં હું અહીંયા આવી હતી. એ સમયે અહીં એક્સપ્લોર કરી શકું એવી સ્થિતિ ન હતી.

અહીં કેનેડામાં કોઈ પણ ડે હોય કે સેલિબ્રેશન હોય ત્યારે દરેક દેશના ફ્લેગ જોવા મળતા હતા. એમાં ઈન્ડિયાનો ફ્લેગ ક્યાંય દેખાતો ન હતો. મને એવું લાગ્યું કે, આવું કેમ? જ્યારે કોઈ ફ્ંક્શનમાં ફ્લેગ દેખાય ત્યારે એવું લાગતું કે, આમા તો માત્ર બેથી ત્રણ સાઉથ ઈન્ડિયન જે ડાન્સ ક્લાસ કરાવે છે એ જ છે. મને એવું લાગ્યું કે, આમા આપણું કેમ કોઈ નથી. પછી અહીં ગુજરાતી કલ્ચર સોસાયટીની કોઓર્ડિનેટર બની. બહાર કોઈને ખબર ન હતી કે, ગુજરાતી શું છે?વર્ષ 2015માં એક બીડું ઉપાડ્યું કે, ગુજરાતી કલ્ચરના લોકોને દર્શન કરાવીએ. અહીં કેનેડામાં વસતા લોકો માટે ઈન્ડિયા એટલે પંજાબ અને સાઉથ ઈન્ડિયા. બાકીના રાજ્યોની કંઈ ખબર જ ન હતી. એ સમયે ચણિયાચોલી સાથે 44 છોકરીઓ મેદાને ઊતરી. ત્યારે લોકોને ગુજરાતી કલ્ચરની ખબર પડી. હું આજ કોમ્યુનિટીના લોકોને બહારના સ્ટેજ પ્રોવાઈડ કરૂ છું.

ડિવાઈન ગ્રૂપ ઓફ ઈન્ડિયા શરૂ કર્યું હતું મેં ડાન્સિગથી. અહીં દર વર્ષે એક ફંક્શન થાય છે જેમાં દરેક દેશના લોકો પોતાના દેશની રજૂઆત કરતા હોય છે. એ પછી ડ્રેસિંગમાં હોય કે કુકિંગમાં હોય કે ડાન્સિગમાં હોય. શરૂઆત ડાન્સિગથી કરીને કુકિંગ તરફ ગઈ. વર્કશોપમાં વોલિંટરી કાર્યક્રમમાં મે ગુજરાતી ફૂડ બનાવતા શીખવાડ્યું. એટલે કેનેડાના લોકો રોટલી બનાવતા શીખ્યા. પછી જેનો અવાજ સારો હતો અને ડાન્સ આવડતો ન હતો તો એને વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે લીધા. પછી એક ભજન મંડળી જેવી નાની સંસ્થાને મોટું સ્ટેજ આપ્યું.

નાના બાળકો જેના મૂળ ગુજરાતી છે એને ગુજરાતી બોલતા શીખવ્યું, અત્યારે ડિવાઈન ગ્રૂપ ઓફ ઈન્ડિયા ડાન્સિગ, સીગીંગ, કુકિંગ, રંગોલી જેવી ઘણી પ્રવૃતિઓ કરે છે. કેનેડાના નોર્થ ઝોનમાં સૌથી વધારે ગુજરાતી રહે છે. વર્ષ 2015થી 2018 સુધી એ સંસ્થાએ સતત મારૂ નિરિક્ષણ કર્યું. એક ઈન્ડિયન તરીકે મેં ઘણું આપ્યું. આ સાથે મેં ઘણા નવા લોકોને પણ ચાન્સ આપ્યો. વર્ષ 2016માં એક્સલન્સ એવોર્ડ માટે નોમિનેશન થયું. પછી વર્ષ 2017માં ફરી નોમિનેશન થયું. પછી ત્રીજી વખત ડાન્સ કેટેગરીમાં એવોર્ડ આપ્યો. લોકો મને એ રીતે ઓળખે છે જેને પહેલી ભારતીય મહિલા જેને એક્સેલેન્સ એવોર્ડ મળ્યો છે. એ પણ ડાન્સ કેટેગરીમાં.

સૌથી ખાસ વાત એ છે કે, શ્વેતાએ પોતાના બે મ્યુઝિક વીડિયો પણ રીલિઝ કરેલા છે. જેમાં તેણે ભારતીય સંસ્કૃતિની ઝલક દેખાડી છે. શ્વેતા ઉમેરે છે કે, અહીં નિયમો ઘણા કડક છે તમે કોઈનું ગીત કોપીરાઈડના દ્રષ્ટિકોણથી સીધું ઊઠાવી ન શકો. પછી એક ટીમ વર્કની મદદથી આખું થીમ સોંગ તૈયાર કર્યું. એક નહીં પણ બે બે ગીત તૈયાર કર્યા. હું એ વાતનું ખાસ ધ્યાન રાખું છું કે, આપણી કોઈ રજૂઆતમાં ક્યાંક કોઈ વલ્ગારિટી ન હોય. નવા રજૂ થયેલા બંને ગીતમાં ભારતીય કલ્ચર જોવા મળે છે. ખાસ કરીને સાઉથ ઈન્ડિયાની અલગથી અનુભૂતિ થાય છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,567FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW