રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કરંટ બેંક એકાઉન્ટને લઈને પોતાના નિયમોને સરળ કર્યાં છે. તેને લઈને સૌથી પહેલા ઓગષ્ટ 2020માં એક ગાઈડલાઈન જાહેર કરી હતી. આ ડેડલાઈન 31 ઓક્ટોબરે સમાપ્ત થઈ રહી છે. જેના એક મહિના માટે એટલે કે 30 નવેમ્બર સુધી વધારી દેવામાં આવી છે.
આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં જણાવ્યા પ્રમાણે જે બોરોવર્સનું એક્સોપોઝર 5 કરોડથી ઓછું હોય તે કરંટ એકાઉન્ટ વગર જ કેશ ક્રેડિટ એકાઉન્ટ અને ઓવરડ્રાફ્ટ ફેસિલીટીનો ઉપયોગ કરી શકે છે. જો આવા બોરોવર 5 કરોડની લીમીટને ક્રોસ કરે છે તો તેને બેંકને જાણકારી આપવી પડશે.

જો કોઈ બોરોવરનું બેંકીગ એક્સપોઝર 5 કરોડ કરતા વધારે છે તો તેને માત્ર કોઈપણ એક જ બેંક કરંટ એકાઉન્ટ ખોલી શકે છે. જે પણ બેંકમાં બોરોવરનું કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ ફેસિલીટી વાળુ એકાઉન્ટ હશે. તેમાં તે કોઈ એક બેંકને કરંટ એકાઉન્ટ માટે પસંદ કરી શકે છે. તે સિવાય લેંડરને લઈને પણ કેટલીક શરતો નક્કી કરાઈ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓગષ્ટ 2020માં કરંટ એકાઉન્ટને લઈને નવા નિયમો જાહેર કર્યાં હતાં. તેની ડેડલાઈન ઓગષ્ટ 2020માં પૂર્ણ થઈ રહી છે. જેને 31 ઓક્ટોબર સુધી વધારવામાં આવી છે. હવે તેને 30 નવેમ્બર સુધી વધારવામાં આવી છે. આરબીઆઈના નવા નિયમ પ્રમાણે બેંક હવે તમામ ફાઈનાન્સીયલ ઈન્ટીટ્યુશન્સ જેવા કે નાબાર્ડ, નેશનલ હાઉસિંગ બેંક, એગ્ઝિમ બેંક, SIDBI લીધા વિના જ કોઈ અવરોધ વિના કરંટ એકાઉન્ટ ખોલાવી શકે છે.