દિવાળી પર્વ નજીક આવતા એક તરફ રજાનો માહોલ બની રહ્યો છે જેના કારણે જાણે તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.સામાન્ય રીતે ઘર ઓફીસ અને દુકાનમાં ચોરી કરતા તત્વો હવે આરોગ્ય કેન્દ્રને પણ નિશાન બનાવી રહ્યા છે
મોરબી શહેર નજીક લાલપર ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેદ્રમાં મંગળવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. અને બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તેમાં રહેલી તિજોરી ટેબલ સહીત અલગ અલગ ચીજ વસ્તુઓ ફંફોળી હતી. જોકે તસ્કરોને કોઈ સામાન હાથ લાગ્યો ન હતો. સવારે આરોગ્ય કર્મી હેલ્થ સેન્ટર પહોચ્યા ત્યારે ઘટનાની જાણ થઈ હતી જોકે હેલ્થ સેન્ટરમાંથી કોઈ ચીજ વસ્તુઓની ચોરી ન થઇ હોવાનું સામે આવ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી.આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.