Sunday, January 18, 2026
HomeGujaratઆ શેર થકી રોકાણકારોને રૂ.1 લાખની સામે મળ્યા રૂ.13 લાખ મળ્યા

આ શેર થકી રોકાણકારોને રૂ.1 લાખની સામે મળ્યા રૂ.13 લાખ મળ્યા

સ્ટોક માર્કેટમાં કેટલાક શેર એવા હોય છે કે, ઓછા સમયમાં રોકાણકારને મોટો ફાયદો કરાવી જાય છે. ડિક્સન ટેકનોલોજી હાલના સમયમાં એક એવો સ્ટોક છે જેણે છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારોને સારૂ એવું રીટર્ન આપ્યું છે. જ્યાં BSE સેંસેક્સ છેલ્લા ત્રણ વર્ષમાં 70 ટકા વધારે રહ્યો છે. ડિક્સન ટેકનોલોજી શેરની આ અવધીમાં 1300 ટકા વધારે રીટર્ન રોકાણકારોને મળ્યું છે. ઑક્ટોબર 2018માં બોંબે સ્ટોક એક્સચેન્જમાં ડિક્સન ટેક્નોલોજીના શેર રૂ.420ની આસપાસ રહ્યો હતો.

તા.2 નવેમ્બરના રોજ કંપનીના શેર રૂ.5500ના સ્તર પર બંધ થયા હતા. કંપનીના શેરે છેલ્લા ત્રણ વર્ષમાં 1300 ટકાનું વધારે રીટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ વર્ષ 2018માં ડિક્સન ટેકનોલોજીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો હાલના સમયમાં એ રકમ રૂ.13 લાખથી વધારે થઈ ગઈ હોત. ડિક્સન ટેકનોલોજીની માર્કેટ કેપ રૂ.32000 કરોડથી પણ વધારે છે. BSE પર કંપનીના શેર તા.19 ઑક્ટોબર 2021ના રોજ 52 અઠવાડિયાના સૌથી ટોપના સ્તર પર રહ્યા હતા. રૂ.6240 પર તે બંધ થયા હતા. ગત વર્ષે ઑક્બર મહિનામાં કંપનીના શેર 52 અઠવાડિયાના સૌથી નીચલા સ્તર પર રહ્યા હતા .રૂ.1805 પર બંધ થયા હતા. ડિક્સન ટેક્નોલોજી એક ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કરતી સર્વિસ કંપની છે. જે ટીવી, LED,સ્માર્ટ ફોન, વોશિંગ મશીનના કોન્ટ્રાક્ટ ઉત્પાદકો પૈકી એક છે. સપ્ટેમ્બર 2021ના ત્રિમાસિક ગાળામાં કંપનનો નેટ પ્રોફિટ 19.63 ટકાથી વધીને 62.64 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. માર્કેટ એક્સપર્ટ ગૌરવ ગર્ગ એવું કહે છે કે, ગત દિવાળી કરતા આ દિવાળી રોકાણકારો માટે ઘણી સારી રહી છે.

પણ કોરોના કાળ બાદ લાંબી અવધીના રોકાણ કરતા ટૂંકાગાળાના રોકાણ પર લોકો થોડો ભરોસો કરી રહ્યા છે. કોરોનાની આર્થિક પછડાટ બાદ પણ રોકાણકારોને 40 ટકાનો આર્થિક ફાયદો થયો છે. આ એક નહીં પણ નાના મોટા એવા 100 શેર એવા છે જેમાંથી રોકાણકારોને સારૂ એવું રીટર્ન મળ્યું છે. જેમાં JSW Steel,ટાટા પાવર કંપની માઈન્ડ ટ્રી અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. છેલ્લા એક વર્ષમાં સારૂ રીટર્ન આપ્યું હોય એમાં બ્રાઈટકોમ ગ્રૂપના શેરનો પણ સમાવેશ થાય છે. ઘણા માર્કેટ એક્સપર્ટ એવું માની રહ્યા છે કે, છેલ્લા ત્રણ મહિનામાં માર્કેટનો ઓવરઓલ લુક પોઝિટિવ રહ્યો છે. સ્મોલ અને મીડ કેપ સંબંધીત શેરમાં તેજી જોવા મળી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,210SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page