દિવાળી પર્વ શરુ થઇ જતા લોકો હવે તહેવાર ઉજવણીના મૂળમાં આવી ગયા છે.સૌરાષ્ટ્ર ભરમાં સરકારી તથા ખાનગી એકમોમાં રજાનો માહોલ શરુ થઇ ગયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડમાં દિવાળીનું વેકેશન શરૂ થઈ ગયું છે. સતત છ દિવસ સુધી યાર્ડ બંધ રહેશે. લાભ પાંચમથી ફરી યાર્ડમાં વેચાવલી અને હરાજી શરૂ થઈ જશે. સારો વરસાદ ચોમાસાની સીઝનમાં પડતા મબલખ પાકનું ઉત્પાદન થયું છે. મોટાભાગના માર્કેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક ધનતેરસથી જ બંધ કરી દેવામાં આવી છે.
મોરબી એપીએમસી પણ 2 નવેમ્બરથી લઇ 8 નવેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે.આગામી 9 નવેમ્બરના રોજથી ફરીથી નવી જણસની ખરીદી શરુ થશે
બજારોમાં પણ હવે દિવાળીનો માહોલ જામ્યો છે. માર્કેટમાં ચિક્કાર ગરદી જોવા મળી રહી છે. દિવાળીના તહેવારો નજીક આવતા હવે યાર્ડમાં પણ ખેડૂતો માલ લાવતા નથી. બીજી તરફ વેપારીઓએ પણ દિવાળી સુધીનું આયોજન કરી રાખ્યું છે. મોટા પ્રમાણમાં માલ અને સ્ટોક હોવાથી દિવાળી સુધી કોઈ મોટો ઉપાડ થાય એવી શક્યતા નથી. દરમિયાન રાજકોટ, ધોરાજી, જામનગર સહિતના માર્કેટીંગ યાર્ડમાં સતત છ દિવસ સુધી દિવાળીનું વેકેશન છે.
માલની આવક બંધ કરી દેવામાં આવી છે. હાલ જે હાલ જે માલ સ્ટોકમાં છે તે તમામ માલની હરરાજી કરી દેવામાં આવશે. આગામી સોમવાર સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે. ફરી યાર્ડ મંગળવારથી ધમધમતા થશે. સૌપ્રથમ વેપારીઓ દ્વારા મુહૂર્તના સોદા પાડવામાં આવશે. ત્યારબાદ વિવિધ જણસીઓની હરરાજી શરૂ કરવામાં આવશે. નવરાત્રીથી જ નવી મગફળી અને કપાસની આવક શરૂ થઈ જવા પામી છે. હવે દિવાળી બાદ પુરબહારમાં નવી જણસીની આવક શરૂ થશે. હાલ કપાસ અને મગફળીના ભાવ સારા મળી રહ્યાં છે. જેના કારણે ખેડૂતોમાં પણ ભારે ખુશાલી જોવા મળી રહી છે.