રાજકોટ શહેરના બજરંગવાડીમાં રહેતા પરિવારના સભ્યો ઋષિકેશ ફરવા ગયા હતા હતો. સોમવારે સાંજે ઋષિકેશના ભીમચડ્ડામાં પરિવારની 18 વર્ષીય દોહિત્રી સોનલ ગંગા નદીના પ્રવાહમાં નાહવા ગઈ હતી આ દરમિયાન અકસ્માતે તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને ડૂબવા લાગી હતી જેને બચાવવા તેનાં નાની તરુલતાબેન નદીમાંપડ્યા હતાં. આ દૃશ્ય જોઈને બંનેને બચાવવા તરુલત્તાબેનના જમાઇ અને સોનલના પિતા અનિલભાઇ પણ નદીમાં પણ કૂદ્યા હતા. એકસાથે એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્ય નદીમાં તણાઇ ગયા હતા, જેમાં મહિલાની લાશ મળી હતી. જ્યારે અન્ય બેની શોધખોળ કરવામાં આવી રહી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

ગંગામાં તણાયા પહેલાં સોનલે પિતા અનિલભાઈ સાથે ‘ખમ્મા ઘણી મારી લાડકવાયીને…’ ગીત બનાવ્યું હતું, જેમાં સોનલ અને તેના પિતા ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે અને એકબીજાને ભેટી પડે છે, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પિતા-પુત્રીની આ ખુશીનો વીડિયો અંતિમ બની જશે. દિવાળીના સમયે જ રાજકોટના કારિયા પરિવારમાં માતમ છવાયો છે.

અન્ય એક વીડિયોમાં સોનલ નદી પાસે ખુશખુશાલ જોવા મળી
સોનલ નદીમાં તણાઇ એ પહેલાં નદીકાંઠે જ ઊભી રહી બીજો એક વીડિયો બનાવ્યો હતો એ પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સોનલ ફિલ્મી ડાયલોગ સાથે એક્શન કરતી જોવા મળે છે. આ બંને વીડિયો પરિવાર માટે ખુશીની ક્ષણનો અંતિમ વીડિયો બની જશે એવું સપનામાં પણ વિચાર્યું નહીં હોય. વીડિયો બનાવ્યા બાદ થોડી ક્ષણોમાં જ પરિવારની તમામ ખુશીની ક્ષણો નદી તાણી જાય છે અને આ ક્ષણો અંતિમ બની જાય છે.