ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અઝહર (Mohammad Azharuddin)ને ભારતીય ક્રિકેટ ટીમે નિરાશ કરી દીધા છે. જોકે, માત્ર ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ જ નહીં પણ ઘણા સિનિયર ક્રિકેટર્સ પણ ટીમના આવા કંગાળ પર્ફોમન્સથી નિરાશ થયા છે. ન્યૂઝીલેન્ડ સામે આઠ વિકેટથી ધોબી પછડાટ મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનું સેમિફાઈનલ સુધી પહોંચવાનું સપનું હવે રોળાયું છે. આ મેચમાં ઈશા સોઢીએ સારી બોલિંગ કરી છે જેણે ચાર ઓવરમાં માત્ર 17 રન કરી બે વિકેટ ખેરવી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન સ્પીનર્સ સામે રીતસરના હાંફી ગયા હતા. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન પોતાના વિચાર સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ભારતીય બેટ્સમેનની સ્પીનર્સ સામે રમવાની ટેકનિકે ખૂબ નિરાશ કર્યો છે. મેચમાં હાર જીત તો ચાલ્યા રાખે પણ મારા માટે કેવી રીતે હાર્યા એ જરૂરી છે. સેન્ટર અને સોઢી સામે ન કોઈ ફુટવર્ક ન કોઈ સ્વીપ, ન કોઈ પ્લાન. પરિણામે બંને કિવી સ્પીનર આઠ ઓવરમાં 32 રન આપી ગયા. એટલું જ નહીં બે વિકેટ પણ ખેરવી નાંખી. સ્પીન સામે રમવાની કલા ગુમ થઈ રહી છે. એક એવો પણ સમય હતો જ્યારે ભારતીય બેટ્સમેનને સ્પીનર સામે બેસ્ટ માનવામાં આવતા હતા. પણ છેલ્લા થોડા સમયથી આજના ક્રિકેટ સ્ટાર જે રીતે સ્પીનર્સ સામે હાંફી રહ્યા છે. જેના કારણે ઘણા સિનિયર ક્રિકેટર્સ નિરાશ થયા છે. જ્યારે અઝહર ક્રિકેટ મેદાન પર હતા ત્યારે ભારતીય બેટ્સમેન સ્પીનર્સ સામે બેસ્ટ પર્ફોમ કરતા હતા. અઝહર પણ સ્પીનર્સ સામે બેસ્ટ બેટ્સમેન તરીકે સારા પુરવાર થયેલા છે.
સચીન, રાહુલ કે સૌરવ ગાંગુલી આ તમામે સ્પીનર્સ સામે એવી રીતે બેટિંગ કરી છે જેના કારણે સ્પીનર્સમાં એક પ્રકારનો ડર પેસી ગયો હતો. પણ આજે રોહિત શર્મા હોય કે વિરાટ કોહલી સ્પીનર્સ સામે પોતાને પ્રોટેક્ટ કરીને રમી રહ્યા છે. જેના કારણે સિનિયર ક્રિકેટ નારાજ થાય એ સ્વાભાવિક અને સમજી શકાય એમ છે.