રાજકોટ સિટીના મોરબી રોડ પર રહેતી 16 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપતા સમગ્ર પરિવારમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, સંબંધીના બે દીકરાએ જ કુકર્મ આચર્યું હતું. પોલીસને આ કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સગીરાને અચાનક પેટમાં દુઃખાવો થતા પરિવાર એને હોસ્પિટલ સારવાર હેતું લઈ ગયો. ડૉક્ટરે જે કહ્યું એ સાંભળીને પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ.
ડૉક્ટરે કહ્યું કે, આને 9 મહિનાનો ગર્ભ છે. પછી સગીરાએ એક બાળકને જન્મ આપ્યો હતો. રાજકોટ શહેરમાં મોરબી રોડ પર રહેતા અને મૂળ ભાવનગરના પરિવારની 18 વર્ષની સગીરાને અચાનક પેટમાં દુખાવો થયો હતો. ડૉક્ટરને આશંકા ગઈ હતી કે, સગીરા ગર્ભવતી છે. પછી સગીરાને રાજકોટની જનાના હોસ્પિટલમાં રીફર કરી દેવાઈ. ડૉક્ટરે જ્યારે કહ્યું કે, સગીરાને 9 મહિનાનો ગર્ભ છે તો પરિવારજનના પગ નીચેથી જમીન સરકી ગઈ. અન્ય કુટુંબીજન પણ આ વાત સાંભળી ચોંકી ગયા. પછી સગીરાની ડીલેવરી કરવામાં આવી હતી. સગીરાએ એક બાળકને જન્મય આપ્ય હતો. મામલાની જાણ પોલીસ સ્ટેશન સુધી થતા સિટી બી ડિવિઝન સ્ટાફ દોડી ગયો હતો. સગીરાના પિતાની પૂછપરછ કરવામાં આવી હતી. સગીરાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે સામે આવેલી વિગત સાંભળી પોલીસ ટીમ પણ ચોંકી ગઈ હતી. ગત માર્ચ મહિનામાં સગીરા પોતાના સંબંધીને ઘરે રોકાવા માટે ગઈ હતી. સંબંધીએ ગળાનું ઑપરેશન કરાવ્યું હોવાથી એને કામમાં મદદ કરવા માટે ગઈ હતી. જ્યાં મહિલના સંબંધીના બે દીકરાએ વારંવાર એના પર કુકર્મ આચર્યું હતું.
જેના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. તેથી તે ગર્ભવતી બની ગઈ હતી. ઘરના સભ્યોને જાણ થતા પરિવારજન ખીજાશે એ ડરને કારણે આ વાત કોઈને શેર કરી ન હતી. પણ જ્યારે સગીરાએ બાળકને જન્મ આપ્યો ત્યારે સંબંધીના દીકારાનું પાપ ઉઘાડું પડ્યું. આ કેસમાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પ્રાથમિક વિગતમાંથી જાણવા મળ્યું હતું કે, આ બનાવ પોરબંદરનો છે. પોરબંદર પોલીસને જાણ કરતા પોરબંદર પોલીસ પણ રાજકોટ દોડી આવી હતી. ચાર વર્ષથી આ પરિવાર રાજકોટ શહેરના મોરબી રોડ પર રહે છે. પિતા ઈમેટેશન જ્વેલરીની દુકાનમાં મજૂરીકામ કરે છે. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.