ભારતીય ક્રિકેટ ટીમની સતત હારથી માત્ર ફેન્સ જ નહીં સિનિયર્સ પણ પરેશાન થયા છે. અઝહર બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી રહેલા અજય જાડેજાએ ટીમને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ સામે ઊતરતા પહેલા વિરાટ કોહલીની કંપનીએ એક પેનિક બટન પ્રેસ કરી દીધું હતું. ટોસ પહેલા ન્યુઝીલેન્ડની ટીમ ભારતીય ક્રિકેટ ટીમ પર દુબઈમાં હાવી થઈ ગઈ હતી. જેના કારણે ભારતીય ટીમનું સિલેક્શન સારૂ રહ્યું નથી.
જેનું પરિણામ હાર રૂપે સહન કરવું પડ્યું છે. સૂર્યકુમાર યાદવ અનફીટ હોવાને કારણે ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં ચાન્ય આપવામાં આવ્યો હતો. જેણે કે.એલ.રાહુલ સાથે શરૂઆત કરી હતી. જ્યારે ત્રીજા ક્રમે રોહિત શર્માને ચાન્સ આપવામાં આવ્યો હતો. ચોથા ક્રમે આવવા માટે વિરાટ કોહલીને મજબુર થવું પડ્યું એવી સ્થિતિ હતી. પોતાની યોજનાઓને લઈને જ ટીમ સ્પષ્ટ ન હતી. ન્યૂઝીલેન્ડ સામે જે નિર્ણય લેવાયા એ જાણીને પરેશાન છું. પહેલી છ ઓવરમાં જે રીતે બોલિંગ થઈ એમાં કંઈ ખાસ ન હતું. T20 ક્રિકેટ ફોર્મેટનો સરળ ફંડા છે. કે, તમારો બાકીનો ક્રમ સૌથી વધારે મજબુત હોવો જોઈએ. સર્વશ્રેષ્ઠ ખેલાડી શરૂઆત બાદ પણ સારૂ રમી શકે છે. કારણ કે માત્ર 120 તો બોલ હોય છે. હવે આ યોજના પણ સ્પષ્ટ ન હોય તો તમે ખોટું પગલું ભરી રહ્યા છો.
ગેમ શરૂ થાય એ પહેલા જ ન્યુઝીલેન્ડનો ભારત પર એ દબદબો રહ્યો હતો. ટોસ પહેલા જે ભારતીય ટીમનું સિલેક્શન થયું એમાં સૌ કોઈ પેનિક મોડ પર હતા. ટોસ હાર્યા એ પણ એક આશ્ચર્ય હતું. જોકે, એવું કહી શકાય કે એ ભારતના હાથમાં નહીં હોય. પણ રાહુલ અને કિશન જ્યારે મેદાન પર આવ્યા એ જોઈને હું ચોંકી ગયો હતો. ત્રીજા ક્રમે રોહિત શર્મા અને પછી વિરાટ કોહલીને જોઈને મને તો ખરેખર આશ્ચર્ય થયું. આવું કેવી રીતે બની શકે.
જ્યારે ન્યુઝીલેન્ડ ટીમ બેટિંગ કરવા માટે ઊતરી ત્યારે ગેમમાં કંઈ બચ્યું ન હતું. બસ સ્પષ્ટ ન જોઈ શકાય એવી આશા હતી. જેથી ખોટી રીતે શરૂઆત થાય છે. હાર્દિક પંડ્યાની બોલિંગને લઈને ચર્ચા શરૂ થઈ હતી. મારો પ્રશ્ન એ છે શું શાર્દુલ ઠાકુરને ચાન્સ આપવો જોઈતો હતો.? મને એવું લાગે છે કે, ટીમ યોજનાથી ભટકી ગઈ હતી. આ ફોર્મેટમાં બેટ્સમેન ખરા અર્થમાં સ્ટાર હોય છે.