છેલ્લા ૨ વર્ષથી કોરોના મહામારીના કારણે અન્ય રાજ્યમાં ફરવાથી વંચિત રહેલા ગુજરાતીઓને હવે આ દિવાળીમાં જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ હરખઘેલા બન્યા છે હાલ રાજસ્થાન તરફ લોકોની જોક વધ્યો છે અહી હિલ સ્ટેશનમાં ગુજરાતીઓનો જમાવડો થયો છે માઉન્ટ આબુની વાત કરીએ તો અહી હોટેલ્સમાં હાઉસફુલના બોર્ડ લાગી ગયા છે.જેમાંથી 90 ટકા બુકિંગ કરનાર ગુજરાતીઓ છે. જે લાભપચમ સુધી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

રાજ્સ્થાનના હિલ સ્ટેશન સમા માંઉન્ટ આબુમાં 2000થી લઇ 15000 ભાડું આપી બુક કરવી રહ્યા છે આ સિવાય આબુના રસ્તામાં પણ વાહનોની હારમાળા સર્જાઈ છે. આ સ્થિતિને જોઈ ગેસ્ટ હાઉસ સંચાલકો એડવાન્સમાં એક મહિના પહેલા બુકિંગ કરાવી લે છે બાદમાં ભાઈ બીજ સુધી 5000થી વધુનું ભાડું વસુલવાનું શરુ કરી દે છે. ગુજરાતમાંથી એક જ દિવસમાં 50,000 સહેલાણી ઉમટી પડ્યા હતા.માઉન્ટ આબુમાં દિવાળી પર્વ દરમિયાન ભાઈ બીજથી લાભ પાંચમ સુધી આબુની 210 હોટેલ બુકીંગ થઇ ચુકયા છે. હાલ ત્યાં ભાડામાં ત્રણ ગના સુધીનો વધારો થયો છે.