આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે દિવાળી પર્વ નિમિતે દર્શનના સમયમાં થયેલા ફેરફાર અંગે એક યાદી બહાર પાડી છે. આ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, દિવાળીના તહેવારો હોવાથી નૂતનવર્ષથી લાભ પાંચમ સુધી મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયા છે. અંબાજી દર્શન કરતા આવતા શ્રદ્ધાળુઓની સગવડ માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આગામી તા.5 નવેમ્બર એટલે કે બેસતાવર્ષના દિવસે મંદિરમાં સવારે 6 વાગે આરતી, એ બાદ ભાવિક ભક્તો માટે મંદિરના દર્શન ખુલ્લા મૂકાશે. બપોરે 12 વાગ્યે રાજભોગ એ પછી અન્નકૂટ આરતી બપોરે 12.15 વાગે યોજાશે. 12.30 વાગે અન્નકૂટ આરતી બાદ ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકાશે. જે 4.15 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. સાંજે 6.30 વાગે આરતી યોજાશે. એ પછી ભક્તો માટે મંદિર 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી દર્શન માટે ખૂલ્લુ મૂકાશે. તા.6 નવેમ્બર એટલે કે ભાઈબીજના દિવસે સવારે 6.30 વાગે આરતી, 7થી 11.30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12 વાગે રાજભોગ, 12.30થી 4.15 સુધી મંદિરના દર્શન કરી શકાશે. સાંજે 6.30 વાગે ફરી મંદિરમાં આરતી યોજાશે. એ પછી સાંજના 7થી 11 વાગ્યા સુધી ભક્તો મંદિરના દર્શન કરી શકશે. આ ક્રમ લાભ પાંચમ સુધી જળવાઈ રહેશે.
લાભ પાંચમ બાદ એટલે કે 10 નવેમ્બરથી દર્શનના સમયમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે. 10 નવેમ્બરથી મંદિરમાં સવારે 7.30 વાગે આરતી થશે. સવારના 8 વાગ્યાથી 11.30 કલાક સુધી દર્શન કરી શકાશે. બપોરે 12 વાગે રાજભોગ ધરાશે. 12.30થી 4.15 સુધી મંદિરના દર્શન કરી શકાશે. સાંજની આરતી 6.30 વાગે યોજાશે. પછી માતાજીના દર્શન માત્ર 9 વાગ્યા સુધી કરી શકાશે.