તહેવારના દિવસોમાં રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તરૂણીને લગ્નની લાલચ આપીને અવારનવાર હવસભૂખ સંતોષી હોવાનો કેસ સામે આવ્યો છે. આ કેસ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. ભક્તિનગર પોલીસે આરોપી કિશન ભરત ચણિયારા સામે અપહરણ, કુકર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો છે. આ કેસમાં આરોપીની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. આ કેસમાં તરૂણીને પાડોશમાં રહેતા યુવાન પ્રેમ થયો હતો.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
પિતાએ સમાજમાં બદનામીના ડરે ત્યાંથી પોતાનું ઘર બદલાવ્યું હતું. પણ તરૂણી અને યુવાન એકબીજાના સંપર્કમાં રહ્યા હતા. કિશને અવારનવાર હવસની ભૂખ આ તરૂણી પર સંતોષી હોવાનું પોલીસ તપાસમાંથી સામે આવ્યું છે. જ્યારે પિતા સવારે ઊઠ્યા ત્યારે દીકરી પથારીમાં ન હતી. પીડિતાના પિતાએ પોતાની પોલીસ ફરિયાદમાં કહ્યું કે, તેઓ અગાઉ દૂધસાગર રોડ પર રહેતા હતા. દીકરી અને કિશન પ્રેમમાં હતા. પુત્રીને ઠપકો આપી કિશન સાથે કોઈ સંબંધ ન રાખવા માટે સમજાવી હતી. સમાજમાં બદનામીના ડરે પિતા ત્યાંથી મકાન ખાલી કરીને બીજી જગ્યાએ રહેવા માટે ચાલ્યા ગયા હતા. સવારે જ્યારે દીકરી ઘરમાં જોવા ન મળી ત્યારે આસપાસમાં તપાસ કરવામાં આવી હતી. પણ કોઈ ભાળ ન મળતા કિશનની તપાસ કરવામાં આવી. મામલો ભક્તિનગર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આરોપી કિશન પુત્રીને ભગાડી ગયો હતો. થોડા સમય બાદ દીકરી પરત આવતા એની પૂછપરછ કરવામાં આવી હતી. દીકરીએ કહ્યું કે તેણે કિશનના ઘરે રાત પસાર કરી છે. જ્યારે દૂધસાગર રોડ પર રહેતા હતા ત્યારે કિશને અવારનવાર લગ્નની લાલચ આપીને કુકર્મ કર્યું હતું.
કિશનની ઉંમર 20 વર્ષની છે. તે કારખાનામાં મજૂરી કામ કરે છે એવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. જોકે, પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે દીકરીની સારવાર કરાવવામાં આવી રહી છે. આ પહેલા 14 વર્ષની તરૂણી પર કુકર્મ કરવાની ઘટના સામે આવતા સમગ્ર રાજકોટમાં ચકચાર મચી ગઈ હતી. જેમાં એના જીજાજીના મોટાભાઈએ યુવતી પર નજર બગાડીને ગર્ભ રાખી દીધો હતો.