HomeGujaratકિવીઝ સામેની હાર બાદ કોહલીનું 10 વર્ષ જુનુ ટ્વિટ થયું વાઈરલ,પ્રસંશકોની સામે...

કિવીઝ સામેની હાર બાદ કોહલીનું 10 વર્ષ જુનુ ટ્વિટ થયું વાઈરલ,પ્રસંશકોની સામે આવી પ્રતિક્રિયા

ટી-20 વર્લ્ડ કપમાં ભારતમી સતત બીજી હાર થઈ છે. પાકિસ્તાન બાદ હવે ન્યુઝીલેન્ડે પણ ટીમ ઈન્ડિયાને હરાવી દીધું છે અને સેમિફાઈનલમાં પહોંચવા માટે મોટા સંકટને રોક્યું છે. આ નાલેશીભરી હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીનું આશરે 10 વર્ષ જૂનુ ટ્વિટ આ સમયે સોશયલ મીડિયામાં વાઈરલ થયું છે. જેમાં તે હારથી દુઃખી થઈને ઘરે જવાની વાત કરી રહ્યાં છે.

આ વાત એ દિવસોની છે જ્યારે હાર બાદ વિરાટ કોહલીએ સોશયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યાં હતાં. આ વચ્ચે તેનું ટ્વિટ વાઈરલ થયું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, તે હારથી ઘણા દુઃખી છે. હવે ઘરે જઈ રહ્યો છું. વિરાટ કોહલીનું આ ટ્વિટ 23 જાન્યુઆરી, 2011નું છે. જે રાતના આશરે પોણા અગિયાર વાગ્યાનું છે.

હવે જ્યારે વિરાટ કોહલીએ કરેલું આ ટ્વિટ ફરી ચર્ચામાં આવ્યું છે. તો ફેંસ આ ટ્વિટની નીચે જઈને કોઈને કોઈ જવાબ આપી રહ્યાં છે. કેટલાકે લખ્યું છે કે, કોઈ વાત નહીં હાર જીત તો ચાલતી રહે છે. જ્યારે કેટલાક પ્રસંશકોએ લખ્યું છે કે, અક્ષયકુમારને બોલાવીને ફિલ્મમાં એક વર્લ્ડ કપ જીતાડી શકો છો.

તો કેટલાક પ્રસંશકોએ વિરાટ કોહલીને અંડરગ્રાઉન્ડ થઈ જવાની સલાહ આપી હતી. જ્યારે કેટલાકે તો તેણે પોતાની રમતના ઘમંડમાંથી બહાર નીકળીને વિચાર-વિમર્શ કરવાની સલાહ આપી દીધી હતી.

વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડવાની વાત કરી ચુક્યાં છે. કોહલીની કેપ્ટનશીપ ઉપર સવાલો ઉભા થઈ રહ્યાં છે. તેવામાં તે પ્રસંશકો તેના ઉપર સોશયલ મીડિયાના માધ્યમથી ગુસ્સો દેખાડી રહ્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW