દિવાળીના પર્વ પર અનેક લોકો પોતાના વતનમાં દિવાળી મનાવવા માટે જાય છે. ખાસ કરીને મહાનગરમાં વસતા લોકો હવે તહેવારના દિવસો નજીક આવતા બસ, ટ્રેન તથા ખાનગી વાહન મારફતે પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા છે. કુલ 1500 બસ સુધીની તૈયારી આ વર્ષે રાખવામાં આવી છે. જયારે રોજની 700 ટ્રાવેલ્સ બસથી લોકો સૌરાષ્ટ્ર બાજુ પ્રવાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર તરફ આવતા રૂટ પર દિવાળીની ભીડ જોવા મળી રહી છે. આવી જ રીતે ગુજરાતમાંથી ઉત્તર ભારતીયો અને રાજસ્થાનીઓ ટ્રેન મારફતે પોતાના શહેર-વતન જઈ રહ્યા છે.
દિવાળીના તહેવારની રજામાં બીજા રાજ્ય કે શહેરમાં કામ કરતા લોકો જ નહીં અનેક પરિવારો પણ ફરવા માટે ઉત્તર ભારત બાજું ગયા છે. એક રીપોર્ટ અનુસાર છેલ્લા 15 દિવસમાં 2 લાખથી વધુ લોકો ટ્રેન મારફતે ઉત્તર ભારતના શહેરમાં ગયા છે. સુરતમાંથી જ આશરે 2 લાખ લોકો ઉત્તર ભારત બાજુ ગયા છે. સુરત એસ.ટી.વિભાગ તરફથી દિવાળીના તહેવારોને ખાસ ધ્યાને લઈ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત જતા પ્રવાસીઓ માટે વધારાની બસની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ મુખ્ય ટર્મિનલથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાજુ જતી બસમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
એસટી મારફતે જ લગભગ 1 લાખ કરતા વધુ લોકો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દિવાળીનો તહેવાર મનાવવા જશે. પોતાની કારમાં અંદાજિત 50 હજારથી વધુ પરિવારો સૌરાષ્ટ્ર તરફ ઉપડશે. તા.31મીથી 3જી તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતથી તમામ બસો અને ખાનગી વાહનોમાં સ્થિતિ હાઉસફૂલ છે.
ગુજરાતમાંથી જાહેર કરાયેલી સ્પેશ્યલ ટ્રેન
બાંદ્રા ટર્મિનલ-બિકાનેર ફેસ્ટિવલ સ્પેશ્યલ
બાંદ્રા ટર્મિનલ -ઓખા સુપરફાસ્ટ
બાંદ્રા ટર્મિનલ -ઓખા સ્પેશ્યલ
બાંદ્રા ટર્મિનલ-ભુજ સાપ્તાહિક
બાંદ્રા ટર્મિનલ -ભાવનગર ટર્મિનલ