HomeNationalરસીકરણ બાદ પણ તોળાઈ રહી છે કોરોનાની ત્રીજી વેવનું જોખમ,નિષ્ણાંતોએ કહ્યું...

રસીકરણ બાદ પણ તોળાઈ રહી છે કોરોનાની ત્રીજી વેવનું જોખમ,નિષ્ણાંતોએ કહ્યું…

દેશમાં કોરાના સંક્રમણના કેસોની ગતિમાં બ્રેક લાગી ગયા બાદ ફરી વધતા નજરે આવી રહ્યાં છે. તેવામાં વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે, કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ ચુકેલા લોકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે. ધ લાંસેટ તરફથી કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ ચુકેલા લોકો પણણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. એટલું જ નહીં પણ આવા લોકોના પરિવારના અન્ય સદસ્યોના સંક્રમિત થવાનું જોખમ 38 ટકા છે. શોધમાં જાણવા મળી રહ્યું છે કે, જો પરિવારના દરેક સદસ્યોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે તો તેમણે એક બીજાના સંક્રમણનું જોખમ 38 ટકાથી વધીને 25 ટકા થઈ જાય છે.

શોધમાં જાણવા મળી રહ્યું છે કે, લંડન અને બોલ્ટનમાં સપ્ટેમ્બર 2020થી લઈને સપ્ટેમ્બર 2021 સુધી કુલ 440 પરિવારોની પીસીઆર તપાસ કરવામાં આવી હતી. શોધમાં જાણવા મળ્યું હતું કે, કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ ચુકેલા લોકોમાં કોરોનાથી સંક્રમિત થવાની આશંકા ઘણી વધારે છે. પરંતુ સમગ્ર રીતે સુરક્ષા દેવામાં નિષ્ફળ રહ્યું છે. શોધ સાથે જોડાયેલા ઈમ્પીરીયલ કોલેજ લંડનના પ્રોફેસર અજીત લાલવાણીએ જણાવ્યું છે કે, રસીના બંને ડોઝ લગાવી ચુકેલા લોકો પણણ સંક્રમિત થઈ રહ્યાં છે. તેવામાં દરેકને વેક્સિન નથી લગાવી દેવાતી ત્યા સુધી કોરોનાનું જોખમ તોળાતું રહેશે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે, ઠંડીના સમયમાં કોરોનાનું જોખમ વધારે વધી જાય છે. ઠંડીની ઋતુમાં મોટાભાગે લોકો ઘરની અંદર રહે છે. તેવામાં એક બીજામાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાનું જોખમ પણ વધી જાય છે. આ સમયે ઘરના દરેક સદસ્યએ કોરોનાની વેક્સિન લગાવવી જરૂરી બની જાય છે.

સહશોધકર્તા ડૉ. અનિકા સિંગાનયાગમ જણાવી રહી છે કે, આ શોધથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે, જો કોરાનાના ડેલ્ટા વેરિએન્ટ શા માટે ઝડપથી વધી રહ્યો છે. દુનિયાની મોટી આબાદી આજે પણ વેક્સિનથી દુર રહી છે. જે દેશોમાં ફ્રી વેક્સિન લગાવવામાં આવી રહી છે. ત્યાં પણ લોકો આગળ આવી રહ્યાં નથી. એવામાં કોરોનાનું જોખમ ઓછું જરૂર થયું છે પરંતુ પૂર્ણ થયું નથી. તેવામાં જે લોકોએ કોરોનાના બંને ડોઝ લગાવી લીધા છે તેણે સામાજિક અંતર, માસ્ક પહેરવું, વારંવાર સાબુથી હાથ ધોવા સહિતની સાવધાનીઓને અપનાવવી જોઈએ.

દુનિયાના ઘણા દેશોમાં હજુ પણ કોરોના વાયરસના સંક્રમણના કારણે તેની હાલત ખરાબ છે. હવે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું એ માટે કે હવે ભારતના છ રાજ્યો સુધી કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ AY.4.2 પહોંચી ચુક્યો છે. તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપર્દેશ, કેરળ, જમ્મુ-કશ્મીર અને તેલંગણાનો સમાવેશ થાય છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે આ નવા વેરિએન્ટની હજુ તપાસ ચાલી રહી છે. તેનું કહેવું છે કે, આ નવો વેરિઅન્ટ કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટ સમુહનો છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે. બુધવારે મહારાષ્ટ્રમાં 1482 નવા કોરોનાના કેસ સામે આવ્યાં છે. તેમજ કોરાનાથી 38 લોકોના મોત નીપજી ચુક્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW